તમારા ચોરી થયેલા સ્માર્ટફોનને શોધીને બ્લોક કે ટ્રેક કરતી CEIR સિસ્ટમ શું છે? જાણો કેવી રીતે કરે છે કામ
નવી દિલ્હી: સરકાર 17 મેથી નવી ટ્રેકિંગ સિસ્ટમ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા, લોકો તેમના ગુમ…
ADVERTISEMENT
નવી દિલ્હી: સરકાર 17 મેથી નવી ટ્રેકિંગ સિસ્ટમ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) શરૂ કરવા જઇ રહી છે. આ ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા, લોકો તેમના ગુમ થયેલ અથવા ચોરાયેલા મોબાઈલ ફોનને શોધી શકશે અથવા તેને બ્લોક કરી શકશે.
17મી મેથી દેશમાં લોન્ચ થશે CEIR સિસ્ટમ
CEIR ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન (CDoT) દ્વારા તૈયાર કરવામાં આવી છે. તે 17 મેથી દેશભરમાં શરૂ થશે. CEIRની સત્તાવાર વેબસાઈટ અનુસાર, આ સિસ્ટમ આ વર્ષે માર્ચમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાયલ ધોરણે શરૂ કરવામાં આવી હતી. પરંતુ બુધવારથી તે સંપૂર્ણ રીતે શરૂ થઈ જશે.
CEIR દ્વારા, નાગરિકોને ચોરીના કિસ્સામાં તેમના સ્માર્ટફોનને બ્લોક કરવાની સુવિધા મળે છે. જ્યારે કોઈ નાગરિક તેનો મોબાઈલ બ્લોક કરે છે, ત્યારે સરકાર ફોનને ટ્રેક કરે છે અને તેને ટ્રેસ કરવાનો પ્રયાસ કરે છે. સ્માર્ટફોન વપરાશકર્તાઓ CEIR વેબસાઇટ અથવા KYM (Know Your Mobile) એપ દ્વારા તેમના ખોવાયેલા ફોનને બ્લોક કરી શકે છે.
ADVERTISEMENT
IMEI નંબર બદલાશે તો પણ ટ્રેક થશે
CDoTના ચેરમેન રાજકુમાર ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, સિસ્ટમ તૈયાર છે અને હવે તે આ ક્વાર્ટરમાં સમગ્ર ભારતમાં તૈનાત કરવામાં આવશે. આની મદદથી લોકો તેમના ખોવાયેલા મોબાઈલ ફોનને બ્લોક અને ટ્રેક કરી શકશે. ભારત સરકારે પહેલાથી જ ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી (IMEI) જાહેર કરવાનું ફરજિયાત બનાવી દીધું છે. આ કિસ્સામાં, મોબાઇલ નેટવર્કમાં પહેલાથી જ IMEI નંબરોની સૂચિ હશે. જો કોઈ અનધિકૃત મોબાઈલ ફોન (કોઈ વ્યક્તિ IMEI બદલશે) તો તેને શોધી કાઢવામાં આવશે.
મહારાષ્ટ્રના થાણેમાં મળ્યા 711 ફોન
મહારાષ્ટ્રના થાણેમાં પોલીસે 1.28 કરોડની કિંમતના 711 ફોન રિકવર કર્યા છે. આ ફોન ખોવાઈ ગયા કે ચોરાઈ ગયા હતા. પોલીસે તેમને રીકવર કરીને તેમના માલિકોને સોંપ્યા હતા.પોલીસે CEIR નો ઉપયોગ કરીને જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન તેમને રીકવર કર્યા હતા.
ADVERTISEMENT
CEIR કેટલું સફળ?
CEIRની સત્તાવાર વેબસાઇટ અનુસાર, આ સિસ્ટમ દ્વારા અત્યાર સુધીમાં 4,77,996 ફોન બ્લોક કરવામાં આવ્યા છે. જ્યારે 2,42,920 ફોન ટ્રેક કરવામાં આવ્યા છે. તે જ સમયે, 8,498 ફોનની શોધ પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT