અદાણીના 20 હજાર કરોડનો શું મામલો છે? જેને લઈને રાહુલ ગાંધી મોદી સરકાર પર આક્ષેપ કરી રહ્યા છે

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગત શનિવારે ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે શેલ કંપનીઓ દ્વારા અદાણી ગ્રુપમાં હજારો કરોડનું વિદેશી નાણું રોકાણ કરવામાં આવ્યું હતું, જેમાંથી કેટલાક ભારતના સંરક્ષણ ક્ષેત્રમાં પણ સક્રિય છે. રાહુલે તેને ‘રાષ્ટ્રીય સુરક્ષા’ સાથે જોડ્યું. પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું, ‘અચાનક અદાણીની શેલ કંપનીઓમાં 20 હજાર કરોડ રૂપિયા આવી ગયા. આ પૈસા ક્યાંથી આવ્યા? તે કોના હતા? આમાંથી કેટલીક સંરક્ષણ કંપનીઓ પણ છે. સંરક્ષણ મંત્રાલય સવાલ કેમ નથી પૂછી રહ્યું?’

રાહુલે આ સમગ્ર મામલે ચીનના નાગરિકની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું, ‘કોઈ પૂછતું કેમ નથી કે આ ચીની નાગરિક કોણ છે?’ આ ચીની નાગરિકનો ઉલ્લેખ અગાઉ હિંડનબર્ગ રિપોર્ટમાં પણ કરવામાં આવ્યો હતો. દાવો કરવામાં આવ્યો હતો કે તે તાઈવાનમાં અદાણી ગ્રૂપનો પ્રતિનિધિ છે.

રાહુલે શું આરોપ લગાવ્યો?
રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું એ તો નહોતું જણાવ્યું કે તેને આ શેલ કંપનીઓમાં નાણાં રોકવાની માહિતી ક્યાંથી મળી. પરંતુ તેમણે કરેલા આક્ષેપો ફાઇનાન્શિયલ ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા તાજેતરના અહેવાલ સાથે મેચ થાય છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સે તાજેતરમાં ભારતના FDI ડેટાનું વિશ્લેષણ કરતો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાજેતરના વર્ષોમાં અદાણી ગ્રૂપમાં જે એફડીઆઈ આવ્યું છે, તેમાંથી અડધોઅડધ એફડીઆઈ તેમના પરિવાર સાથે સંબંધિત ઑફશોર કંપનીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘અદાણી અને તેમના પરિવાર સાથે સંબંધિત ઑફશોર કંપનીઓએ 2017 અને 2022 ની વચ્ચે અદાણી ગ્રુપમાં ઓછામાં ઓછું $2.7 બિલિયન રોકાણ કર્યું છે.

ADVERTISEMENT

ડિફેન્સમાં અદાણી ગ્રુપ
અદાણી ગ્રુપે 2017માં ડિફેન્સ અને એરોસ્પેસના બિઝનેસમાં પ્રવેશ કર્યો. જો કે, ઈન્ડિયા ટુડે ગ્રૂપ દ્વારા કોર્પોરેટ ફાઈલિંગની સમીક્ષા કરવામાં આવી છે તે દર્શાવે છે કે અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી ઓછામાં ઓછી 11 રજિસ્ટર્ડ કંપનીઓ ડિફેન્સ સેક્ટરમાં સીધી રીતે સંકળાયેલી છે. જાન્યુઆરી 2023માં એક્સચેન્જને આપવામાં આવેલા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાંથી ડેટા અનુસાર, અદાણી ગ્રુપે તેની સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓની સંપત્તિ રૂ. 1,263.16 કરોડ હોવાનો અંદાજ લગાવ્યો છે. ગ્રૂપ સાથે સંકળાયેલ અદાણી ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ (ADSTL) એ તાજેતરના વર્ષોમાં ઘણા મહત્વપૂર્ણ અધિગ્રહણ કર્યા છે. તેમાં ફાઇટર એરક્રાફ્ટ, માનવરહિત એરિયલ સિસ્ટમ, હેલિકોપ્ટર, સબમરીન, એર ડિફેન્સ ગન, મિસાઇલ અને નાના હથિયારોનો સમાવેશ થાય છે. આ સિવાય અદાણી ગ્રૂપ સાથે જોડાયેલી અન્ય 10 કંપનીઓ છે જે સંરક્ષણ સંબંધિત અલગ-અલગ કામ કરી રહી છે.

ઓર્ડિફેન્સ સિસ્ટમ લિમિટેડ નેવી, આર્મી, એર, સાથે તે સ્પેસ ડિફેન્સ સિસ્ટમ પર પણ કામ કરે છે. અદાણી નેવલ ડિફેન્સ સિસ્ટમ્સ એન્ડ ટેક્નોલોજીસ લિમિટેડ નૌકાદળ માટે યુદ્ધ જહાજ પ્રણાલી, સંરક્ષણ પ્રણાલી અને દારૂગોળો બનાવવાનું કામ કરે છે.

ADVERTISEMENT

અદાણી જૂથ આલ્ફા ડિઝાઇન ટેક્નોલોજીસ પ્રાઈવેટ લિમિટેડમાં 26.26 ટકા હિસ્સો ધરાવે છે. આ કંપની સ્પેસ ટેક્નોલોજી અને સિસ્ટમ્સ પર કામ કરે છે.

ADVERTISEMENT

આલ્ફા ડિઝાઇનમાં એલારા ઇન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડની 0.53 ટકા હિસ્સેદારી છે. ઈલારા ઈન્ડિયા પણ અદાણી એન્ટરપ્રાઈઝના રોકાણકારોમાંનું એક છે. ઓક્ટોબર 2022માં અદાણી ગ્રુપે રૂ. 400 કરોડમાં એર વર્કસના હસ્તાંતરણની જાહેરાત કરી હતી. એર વર્કસની સ્થાપના 1951માં કરવામાં આવી હતી, જે ભારતમાં એરલાઇન્સ અને સરકારી વિમાનોને સેવાઓ પૂરી પાડે છે.

શું કોંગ્રેસ પાસે પુરાવા છે?
જ્યારે આ આરોપો સંબંધિત પુરાવાઓ વિશે પૂછવામાં આવ્યું ત્યારે કોંગ્રેસના નેતા પ્રમોદ તિવારીએ દાવો કર્યો હતો કે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા દાવાઓ માટે પાર્ટી પાસે પૂરતા પુરાવા છે. તેમણે કહ્યું કે, જ્યારે સરકાર આ આરોપોની સંયુક્ત સંસદીય સમિતિ (JPC) દ્વારા તપાસ કરાવવા માટે સંમત થશે, ત્યારે આ પુરાવાઓ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે. જો તમે ડેટા પર નજર નાખો તો ખબર પડે છે કે 2017 અને 2022 વચ્ચે ઓફશોર કંપનીઓએ અદાણી ગ્રુપમાં $2.6 બિલિયનનું FDI કર્યું. તે લગભગ 20 હજાર કરોડ રૂપિયા છે. આ પૈસાનો અસલી માલિક કોણ છે? રાહુલ ગાંધી પણ આવો જ સવાલ પૂછી રહ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT