બાજરીની કેક, મશરૂમ… વ્હાઈટ હાઉસના સ્ટેટ ડિનરમાં મહેમાનોને કેવા-કેવા વ્યંજનો પિરસાયા?

ADVERTISEMENT

gujarattak
social share
google news

વોશિંગ્ટન: અમેરિકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સન્માનમાં ગુરુવારે સ્ટેટ ડિનરમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી હતી. વ્હાઇટ હાઉસના સાઉથ લૉન પર મહેમાનોને શુદ્ધ શાકાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું. મોટા અનાજમાંથી બનાવેલ ખોરાક, ખાસ કરીને બાજરી, કોર્ન સલાડ અને સ્ટફ્ડ મશરૂમ્સ પણ તેમાં પીરસવામાં આવ્યા હતા. આ સ્ટેટ ડિનરમાં ભારત અને અમેરિકાના 400 દિગ્ગજોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડિનરમાં પટેલ રેડ બ્લેન્ડ 2019 નામનો વાઈન પણ પીરસવામાં આવ્યો હતો. વ્હાઇટ હાઉસ દ્વારા રાજ પટેલને ડિનર માટે તેમની વાઇનરીમાંથી રેડ વાઇન આપવાનું કહેવામાં આવ્યું હતું.

મહેમાનોને કેવા વ્યંજનો પિરસાયા?
વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેટ ડિનર ચર્ચાનો વિષય બન્યું છે. સ્ટેટ ડિનરમાં મહેમાનોને ગુજરાતમાંથી અમેરિકા આવેલા રાજ પટેલની માલિકીની નાપા વેલી વાઈનરીમાંથી પટેલ રેડ બ્લેન્ડ 2019 પણ પીરસવામાં આવ્યું હતું. અમેરિકાની ફર્સ્ટ લેડી જીલ બાઈડનની દેખરેખ હેઠળ શેફ નીના કર્ટિસે વ્હાઇટ હાઉસના સ્ટાફ સાથે મળીને મેનુ તૈયાર કર્યું છે. મેનુમાં પ્રથમ કોર્સ ભોજનમાં મેરીનેટેડ મિલેટ, લેમન-ડિલ યોગર્ટ સોસ, ગ્રીલ્ડ કોર્ન કર્નલ સલાડ, કોમ્પ્રેસ્ડ વોટરમેલન અને ટેન્ગી એવોકાડો સોસનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય કોર્સમાં સ્ટફ્ડ પોર્ટોબેલો મશરૂમ્સ, ક્રીમી કેસર ઇન્ફ્યુઝ્ડ રિસોટો સામેલ છે. આ ઉપરાંત સુમેક રોસ્ટેડ સી-બાસ, લેમન યોગર્ટ સોસ, ક્રિસ્પ્ડ મિલેટ કેક અને સમર સ્ક્વૈશ પણ મહેમાનોને પીરસવામાં આવ્યા હતા.

ADVERTISEMENT

બાજરી આધારિત મેનુની સાથે મહેમાનોને વાઇનની પસંદગી પણ આપવામાં આવી હતી. સ્ટોન ટાવર ‘ક્રિસ્ટી’ 2021, પટેલ રેડ બ્લેન્ડ 2019 અને ડોમેન કાર્નેરોસ બ્રુટ રોઝ બ્રાન્ડ. પટેલ રેડ બ્લેન્ડ 2019 રાજ પટેલની માલિકીની નાપા વેલી વાઇનરીમાંથી છે, જેઓ ગુજરાતમાંથી યુએસમાં સ્થળાંતરિત થયા છે. વાઇનરીની વેબસાઇટ અનુસાર, આ વાઇન બોટલ દીઠ $75માં વેચાય છે. પટેલ 1970ના દાયકામાં ભારતમાંથી ઉત્તરી કેલિફોર્નિયા ગયા હતા. યુસી ડેવિસ ખાતે બાયોકેમમાં અભ્યાસ પૂર્ણ કર્યા પછી, પટેલે રોબર્ટ મોન્ડાવી વાઈનરીમાં ઈન્ટર્નશીપ કર્યા પછી પોતાનો વ્યવસાય શરૂ કર્યો.

2000 ના દાયકામાં વાઇનનું ઉત્પાદન શરૂ કર્યું
રાજ પટેલે 2000ના દાયકામાં વાઇનનું ઉત્પાદન શરૂ કર્યું હતું. તેમની વાઇનરી હાલમાં લગભગ 1,000 કેસનું ઉત્પાદન કરે છે અને દર વર્ષે વેચાણ કરે છે. પટેલ વાઇન્સના માલિક રાજ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા અને કહ્યું કે, તેઓ ભારતમાં સારું કામ કરી રહ્યા છે.

ADVERTISEMENT

વાઇન બિઝનેસમાં મોટાભાગે ફ્રેન્ચ અને ઇટાલિયન બ્રાન્ડ્સનું વર્ચસ્વ છે. આવી સ્થિતિમાં ભારતીય વાઈન બ્રાન્ડની છાપ પણ ચર્ચામાં રહે છે. રાજ પટેલે પોતાની બ્રાંડ વિશે જણાવ્યું કે, હંમેશા આવી વાઈન બનાવવાનો વિચાર હતો જે માર્કેટમાં પસંદ આવે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા હોય છે. ભારતીયોએ અમારી વાઇન અપનાવી. તેમણે કહ્યું, હું પોતે ભારતીય મૂળનો છું અને પટેલ છું, ભારતીયોએ અમે (અમેરિકામાં) બનાવેલી વાઇન અપનાવી છે.

ADVERTISEMENT

રાજ પટેલને વાઇન સપ્લાયનો ઓર્ડર મળ્યો હતો
રાજ પટેલને વ્હાઇટ હાઉસ દ્વારા સ્ટેટ ડિનર માટે તેમના પટેલ વાઇન્સમાંથી રેડ વાઇન આપવાનું કહેવામાં આવ્યું છે. જોકે પટેલને આમંત્રણ આપવામાં આવ્યું નથી. તેમણે કહ્યું કે, અમને માત્ર વાઇન સપ્લાય કરવા માટે કહેવામાં આવ્યું છે. પટેલે કહ્યું કે, પીએમ મોદી અમેરિકામાં ભારતીયોના દૃષ્ટિકોણથી ભારતમાં સારું કામ કરી રહ્યા છે. તેઓ બજાર ખોલી રહ્યા છે.

વ્હાઇટ હાઉસના એક્ઝિક્યુટિવ શેફ ક્રિસ્ટેટા કોમરફોર્ડ અને ગેસ્ટ શેફ નીના કર્ટિસ સ્ટેટ ડિનર પહેલાં મેનૂ વિશે વાત કરી. તેમણે ઉમેર્યું હતું કે, ફર્સ્ટ લેડી સાથે કામ કરવાનો અને તેમની પાક કલાને જીવનમાં લાવવામાં મદદ કરવાનો ખરેખર આનંદ છે. અમે એક મેનુ તૈયાર કર્યું છે જે ખરેખર સ્વાદિષ્ટ હશે. અમે ખૂબ જ ઉત્સાહિત છીએ કે ભારત આંતરરાષ્ટ્રીય બાજરી વર્ષ ઉજવવાના પ્રયાસોનું નેતૃત્વ કરી રહ્યું છે.

dinner

ગ્રુપ પેઈન મસાલાએ પણ પરફોર્મ કર્યું હતું
શેફે જણાવ્યું કે, અમે અમારા મેનૂમાં મેરીનેટેડ બાજરી અને સમગ્ર મેનુમાં ભારતીય ભોજનનો સમાવેશ કર્યો છે. શેફ નીના કર્ટિસે કહ્યું કે, અમે પીએમ મોદી માટે ખાસ શાકાહારી ફૂડ મેનૂ તૈયાર કર્યું છે. ડિનર પછી ગ્રેમી એવોર્ડ વિજેતા જોશુઆ બેલે પરફોર્મ કર્યું હતું. તે પછી, પેન્સિલવેનિયા યુનિવર્સિટીના Acapella જૂથ દ્વારા પણ પરફોર્મ કરવામાં આવ્યું હતું. ‘ધ પ્રેસિડેન્ટ્સ ઓન’ યુનાઈટેડ સ્ટેટ્સ મરીન બેન્ડ ચેમ્બર ઓર્કેસ્ટ્રાએ પણ પરફોર્મ કર્યું હતું.

આ ઉપરાંત, ડિનરની સજાવટમાં અમેરિકન અને દક્ષિણ અમેરિકન સંસ્કૃતિ પ્રતિબિંબિત થઈ હતી. ભારતીય ધ્વજની સાથે સાથે ફર્સ્ટ લેડી જીલ બિડેનના મનપસંદ રંગોને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું.

dinner

    follow whatsapp

    ADVERTISEMENT