રાશન વિતરણ કૌભાંડ: મોડી રાત્રે TMC નેતાની ધરપકડ, એક દિવસ પહેલા EDએ પાડ્યા હતા દરોડા

ADVERTISEMENT

gujarattak
social share
google news

TMC leader Arrested: પશ્ચિમ બંગાળના ચર્ચાસ્પદ રાશન વિતરણ કૌભાંડ કેસમાં TMCના પૂર્વ બોંગગાંવ નગરપાલિકા પ્રમુખ શંકર આદ્યાની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઈડીની ટીમે ગઈકાલે આદ્યાના સાસરિયાના ઘરે દરોડા પાડ્યા હતા. તેઓ પૂર્વ ખાદ્ય મંત્રી જ્યોતિપ્રિયા મલિકના નજીકના માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે ED અધિકારીઓએ શુક્રવારે ઉત્તર 24 પરગણા જિલ્લામાં તૃણમૂલના બે નેતાઓના ઘરે દરોડા પાડ્યા હતા.

TMCના નેતાની કરાઈ ધરપકડ

કેન્દ્રીય તપાસ એજન્સીની એક ટીમ બોંગગાંવ નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ શંકર આદ્યાના સાસરે પહોંચી હતી. બીજી ટીમ સંદેશખાલીમાં શાહજહાં શેખના ઘરે પહોંચી હતી. સૂત્રોનું માનીએ તો શંકર અને શાહજહાં બંને પશ્ચિમ બંગાળના પૂર્વ ખાદ્ય મંત્રી અને ટીએમસીના નેતા જ્યોતિપ્રિયા મલિક (બાલુ)ના નજીકના છે. EDએ શુક્રવારે સવારે લગભગ 7:30 વાગ્યે બનગાંવના શિમુતલામાં શંકર આદ્યના સસરાના ઘરે સર્ચ શરૂ કર્યું અને 17 કલાક પછી ત્યાંથી નીકળી. ત્યારબાદ રાત્રે 12.30 વાગે આદ્યાની ધરપકડ કરવામાં આવી હતી.

એક દિવસ પહેલા સસરાના ઘરે પડી હતી રેડ

શંકર આદ્યાએ જ્યોતિપ્રિયા મલિકની મદદથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેઓ 2005માં બાનગાંવ મ્યુનિસિપાલિટીના કાઉન્સિલર બન્યા અને બાદમાં ચેરમેન પદે પહોંચ્યા. શંકરની પત્ની બાનગાંવ નગરપાલિકાના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. જો કે, શંકર આદ્યાની પત્ની જ્યોત્સના આદ્યાએ કહ્યું કે, તપાસમાં સહકાર આપવા છતાં તેના પતિની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તેમણે ઊંડું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. શંકર આદ્યાને લેતા સમયે કેન્દ્રીય દળો અને EDની ટીમને સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

TMC નેતાના સમર્થકોએ ED ટીમ પર હુમલો કર્યો

શુક્રવારે સવારે 7 વાગ્યાની આસપાસ જ્યારે EDની ટીમ બીજા TMC નેતા શાહજહાં શેખના સરબેરિયા ખાતેના ઘરે પહોંચી, ત્યારે ત્યાં તાળું લાગેલું જોવા મળ્યું. સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ શેખને ફોન કર્યો અને ઘરની બહાર કોઈ આવે તેની લાંબા સમય સુધી રાહ જોઈ. પરંતુ કોઈ ન પહોંચતાં EDની ટીમે શાહજહાં શેખના ઘરનું તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો.

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં તૃણમૂલ કાર્યકર્તાઓ હાજર હતા. તેઓએ હંગામો મચાવ્યો અને ED તેમજ કેન્દ્રીય દળોના સભ્યો પર હુમલો કર્યો. પથ્થરમારામાં ED અને કેન્દ્રીય દળોના કેટલાક સભ્યો ઘાયલ થયા હતા. ટીએમસીના કાર્યકરો દ્વારા તેમના વાહનોની પણ તોડફોડ કરવામાં આવી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT