મોબ લિંચિંગનો પ્રયાસ: ગંગાસાગર જઈ રહેલા ત્રણ સાધુઓને ટોળાએ માર્યો ઢોરમાર, પોલીસે બચાવ્યો જીવ

ADVERTISEMENT

gujarattak
social share
google news
પશ્ચિમ બંગાળમાં યુપીના ત્રણ સાધુઓ સાથે મારપીટનો મામલો સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યુ છે સ્થાનિકોએ તેમને અપહરણકર્તા સમજી લીધા, ત્યારબાદ ભીડે સાધુઓ પર હુમલો કર્યો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સાધુઓને ભીડથી બચાવીને નજીકના પોલીસ સ્ટેશન લઈ ગઈ.

રસ્તો ભટકી ગયા હતા સાધુ

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગુરુવારે બની હતી, જ્યારે યુપીના ત્રણ સાધુ મકરસંક્રાંતિ પર સ્નાન કરવા માટે ગંગાસાગર જઈ રહ્યા હતા. આ દરમિયાન તેઓ રસ્તો ભટકી ગયા હતા, જેના કારણએ તેઓએ ત્રણ છોકરીઓને રસ્તા વિશે પૂછ્યું. સાધુઓને જોઈને છોકરીઓ ચીસો પાડીને ભાગી ગઈ. આ પછી સ્થાનિક લોકોએ સાધુઓને પકડીને માર મારવાનું શરૂ કર્યું. મામલો વધી જતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ત્રણેય સાધુઓને ભીડથી બચાવીને કાશીપુર પોલીસ સ્ટેશન લઈ ગઈ.

12 શકમંદોની ધરપકડઃ પોલીસ

આ ઘટના અંગે માહિતી આપતા પુરુલિયાએ પોલીસ અધિક્ષક અભિજીત બેનર્જીએ જણાવ્યું કે, સાધુઓને માર મારનાર  12 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે હજુ તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત ઘટનામાં સંડોવાયેલા અન્ય લોકોની શોધખોળ માટે પણ દરોડા પાડવામાં આવી રહ્યા છે. ધરપકડ કરાયેલા તમામ આરોપીઓને પુરુલિયા જિલ્લાની રઘુનાથપુર સબ ડિવિઝનલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

ભાજપે TMC પર નિશાન સાધ્યું

આ વચ્ચે પશ્ચિમ બંગાળ ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જી પર નિશાન સાધતા આ ઘટનાની ટીકા કરી છે. BJP IT સેલના પ્રમુખ અમિત માલવિયાએ ટ્વિટર પર લખ્યું, પાલઘર જેવી લિંચિંગની ઘટના પશ્ચિમ બંગાળના પુરુલિયામાં બની છે. મકરસંક્રાંતિ માટે ગંગાસાગર જઈ રહેલા સાધુઓને શાસક ટીએમસી સાથે જોડાયેલા લોકોએ માર માર્યો હતો. મમતા બેનર્જીના શાસનમાં સહજહાં શેખને સરકારી રક્ષણ મળી રહ્યું છે અને સાધુઓની હત્યા થઈ રહી છે.

ADVERTISEMENT

follow whatsapp

ADVERTISEMENT