મુર્શિદાબાદ મેડિકલ કોલેજમાં 24 કલાકમાં 9 નવજાત બાળકોના મૃત્યુ, પરિવારજનોએ લગાવ્યો ગંભીર આરોપ
West Bengal News: પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 9 નવજાત બાળકોના મૃત્યુ થયા…
ADVERTISEMENT
West Bengal News: પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. અહીંની મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં છેલ્લા 24 કલાકમાં 9 નવજાત બાળકોના મૃત્યુ થયા છે. આ હચમચાવી નાખે એવી ઘટના બાદ સમગ્ર પશ્ચિમ બંગાળમાં ખળભળાટ મચી ગયો છે. મુર્શિદાબાદ મેડિકલ કોલેજના અધિકારીઓએ આ મામલે તપાસ કમિટીની રચના કરી છે. એક સાથે આટલી મોટી સંખ્યામાં બાળકોના મૃત્યુ બંગાળની આરોગ્ય વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ચિહ્ન ઉભા કરી રહ્યા છે. બાળકોના પરિવારજનોએ હોસ્પિટલ પર ગંભીર બેદરકારીના આરોપ લગાવ્યા છે.
ક્ષમતા કરતા વધુ બાળકોને કરાય છે એડમિટ
SNCU વોર્ડમાં બનેલી આ ઘટના પર મેડિકલ કોલેજના અધિકારીઓનો દાવો છે કે SNCU વોર્ડની ક્ષમતા 54 બાળકોની છે, પરંતુ 100 જેટલા નવજાત શિશુઓને દાખલ કરવામાં આવે છે. જેના કારણે સંક્રમણ ફેલાવાની આશંકા રહે છે. મોટાભાગના બાળકોને ખૂબ જ ખરાબ સ્થિતિમાં રિફર કરવામાં આવ્યા હતા અને તેથી તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સિવાય અધિકારીઓનું કહેવું છે કે, મૃત્યુ પામેલા મોટાભાગના બાળકોનું વજન ઓછું હતું.
મેડિકલ કોલેજ પર વધી જાય છે દબાણ
સૂત્રોના જણાવ્યા અનુસાર, જિલ્લાની જંગીપુર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બાળકોની હોસ્પિટલ છે. આ હોસ્પિટલમાં નવજાત બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવે છે. જંગીપુર હોસ્પિટલની સાથે અન્ય હોસ્પિટલમાં પણ બાળકોને સારવાર આપવામાં આવે છે. જ્યારે આ હોસ્પિટલોમાં કોઈ કેસ હાથમાંથી નીકળી જાય છે, ત્યારે તે નવજાત શિશુઓને મુર્શિદાબાદ મેડિકલ કોલેજ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. પરિણામે હોસ્પિટલ પર દર્દીને દાખલ કરવાનું દબાણ વધ્યું અને આટલી મોટી સંખ્યામાં બાળકો મૃત્યુ પામ્યા.
ADVERTISEMENT
ADVERTISEMENT