દેશમાં આ વખતે ચોમાસું કેવું રહેશે? હવામાન વિભાગે ખેડૂતોના ધબકારા વધારતી આગાહી કરી

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: દેશભરમાં માર્ચ મહિનામાં આહલાદક વાતાવરણ રહ્યા બાદ હવે ગરમીએ ડર સતાવી રહ્યો છે. એપ્રિલના શરૂઆતના દિવસોમાં હળવી ઠંડી બાદ હવે તાપમાનમાં વધારો થવા લાગ્યો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વખતે ચોમાસાનો વરસાદ સામાન્ય અથવા થોડો ઓછો રહેશે. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તેમજ તેની અસર કૃષિ ક્ષેત્ર પર પણ જોવા મળી શકે છે.

પ્રથમ ભાગમાં સામાન્ય ચોમાસું રહેશે
IMDએ ચોમાસા દરમિયાન સરેરાશ 96% વરસાદની આગાહી કરી છે. જો કે, તેમાં 5% વધુ કે ઓછો તફાવત હોઈ શકે છે. આ દરમિયાન સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, જ્યારે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં અલ-નીનોની અસર ચોમાસાના બીજા ભાગમાં જોવા મળી શકે છે. આ સમયગાળા દરમિયાન સામાન્ય કરતાં ઓછો વરસાદ પડવાની સંભાવના છે.

ચોમાસાના બીજા ભાગમાં પડશે અલ-નીનોનો પ્રભાવ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ-પશ્ચિમ મોનસૂન દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારત, પશ્ચિમ ભારત, મધ્ય ભારત અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારમાં સામાન્યથી લઈને ઓછા વરસાદની સંભાવના છે. વાસ્તવમાં, અલ નીનોની સ્થિતિ ચોમાસાની ઋતુ દરમિયાન વિકસિત થવાની સંભાવના છે. જેની અસર અન્ય ભાગોમાં પણ જોવા મળી શકે છે. આ વર્ષ અલ-નીનો અથવા એન્સો ન્યૂટ્રલ વર્ષ હોઈ શકે છે. આનો અર્થ એ થયો કે ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં ઓછો હોઈ શકે છે.

ADVERTISEMENT

અલ-નીનો અને લા-નીના
અમેરિકન જીઓસાયન્સ ઇન્સ્ટિટ્યૂટના જણાવ્યા અનુસાર, અલ-નીનો અને લા-નીના શબ્દો પ્રશાંત મહાસાગરની દરિયાઈ સપાટીના તાપમાનમાં સમયાંતરે થતા ફેરફારોને દર્શાવે છે. આબોહવામાં ફેરફાર, જે સમગ્ર વિશ્વમાં હવામાન પર અસર કરે છે. અલ-નીનો ગરમ તાપમાનનું કારણ બને છે અને લા-નીના ઠંડકનું કારણ બને છે.

ADVERTISEMENT

અલ-નીનો શું છે?
ટ્રોપિકલ પેસિફિક એટલે કે ઉષ્ણકટિબંધીય પ્રશાંતના ભૂમધ્ય વિસ્તારમાં સમુદ્રના તાપમાન અને વાતાવરણીય પરિસ્થિતિઓમાં ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટનાને અલ-નીનો કહે છે. આ ફેરફારનું કારણ એ છે કે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધારે છે. એટલે કે સામાન્ય કરતાં 4 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધુ હોવું. આનું કારણ ગ્લોબલ વોર્મિંગ પણ હોઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT