ઉત્તર ગુજરાતમાં જળબંબાકાર: નેશનલ-સ્ટેટ હાઇવે બંધ, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી

ADVERTISEMENT

Rain North Gujarat
Rain North Gujarat
social share
google news

અમદાવાદ : રાજ્યમાં ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે સ્થિતિ વિકટ બની છે. ક્યાંક ખુશીનો માહોલ છે તો ક્યાંક ભારે વરસાદના કારણે સામાન્ય નાગરિકોથી માંડીને ખેડૂત પરેશાન છે. વરસાદની તોફાની બેટિંગના કારણે ઉત્તર ગુજરાતમાં સ્થિતિ વિકટ બની છે. કાલે પાટણને ધમરોળ્યા બાદ હવે ઇડરમાં ભારે વરસાદથી સ્થિતિ વિપરિત બની છે. તલોદમાં પણ ભારે વરસાદના કારણે સ્થિતિ અસ્તવ્યસ્ત બની છે.

સાબરકાંઠાના તલોદમાં 9 ઇંચ વરસાદથી સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ છે. છત્રીસા ગામ બેટમાં ફેરવાઇ ગયું છે. ગામ સંપર્ક વિહોણું બનતા ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. ગામ લોકો સાથે સતત સંપર્ક બનાવી રહ્યા છે. કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટેની આનુષાંગિત તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાણી ભરાતા 100 લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે. જેમાં 40 પશુઓને રેસક્યું કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

ઇડરમાં સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ
ભારે વરસાદના કારણે ઇડર શહેર અને હાઇવે પર જળબંબાકારની સ્થિતિ છે. ઇડર-હિંમતનગર સ્ટેટ હાઇવે રોડ પાણીમાં ડુબી ચુક્યો છે. જેના કારણે અહીં ભારે ટ્રાફીક જામ સર્જાયો છે. ઇડરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબકતા નિચાણવાળા વિસ્તારોમાં રહેલી મોટા ભાગની સોસાયટીઓમાં પાણી ભરાઇ ગયા છે. લોકોના ઘરોમાં ગોઠણ ગોઠણ સમા પાણી ભરાયા છે.

ADVERTISEMENT

સાબરકાંઠામાં સતત વરસાદના કારણે અનેક મુશ્કેલીઓ સર્જાઇ છે. સાંબરકાંઠામાં વરસાદના કારણે તલોદ, પ્રાંતિજ, હિંમતનગર બાદ ઇડરમાં પણ ભારે વરસાદના કારણે તારાજી સર્જાઇ છે. ભારે વરસાદના કારણે હિંમતનગર-અંબાજી માર્ગ પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે હાઇવે પર લાંબો ટ્રાફીક જામ સર્જાયો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT