બેંગ્લુરૂમાં ઘીના ભાવે વેચાઇ રહ્યું છે પાણી, ટેંકર માફીયા-ભ્રષ્ટાચારી અધિકારી અને તડપતી જનતા

ADVERTISEMENT

Bengaluru water crisis
બેંગ્લુરુમાં ભયાનક જળ સંકટની સ્થિતિ
social share
google news

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું કહેવું છે કે, ગત્ત 30 થી 40 વર્ષમાં અમે આ પ્રકારનો દુષ્કાળ નથી જોયો. જો કે અહીં પહેલા પણ દુષ્કાળ પડી ચુક્યા છે, જો કે આટલો મોટો દુષ્કાળ અને આટલા મોટા પ્રમાણમાં તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી. 

શહેરીકરણની વિપરિત અસર

ભારતની સિલિકોનવેલી માનવામાં આવતા બેંગ્લુરૂ હાલના સમયે ખુબ જ ખરાબ જળ સંકટનો સામનો કરી રહ્યું છે. જળ સંકટના કારણે રાજ્ય સરકારે અહીંના 240 માંથી 223 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. જો કે બેંગ્લુરૂની આ હાલતમાં ટેંકર માફિયાઓનો પણ ખુબ જ મોટો હાથ છે. 

India Today ના રિયાલિટી ચેકમાં ખુલાસો

India Today દ્વારા કરાયેલા રિયાલિટી ચેકમાં બિનકાયદેસર રીતે બોરવેલમાંથી પાણી કાઢીને નફાખોરી યોજનાઓ સુધી અંડરગ્રાઉન્ડ નેટવર્ક પાણી કાઢવામાં લાગેલા છે. 1.4 કરોડની વસ્તી ધરાવતા બેંગ્લુરૂમાં વોલમાર્ટ, ગુગલ અને માઇક્રોસોફ્ટ જેવી અનેક આંતરરાષ્ટ્રીય કંપનીઓ છે પરંતુ બેંગ્લુરૂ નબળા ચોમાસા, સતત ઘટી રહેલા ભુસ્તરનું જળ અને વધારે પ્રમાણમાં શહેરીકરણનો માર સહન કરી રહ્યું છે. 

ADVERTISEMENT

4 દશકનું સૌથી ગંભીર જળસંકટ

કર્ણાટકના ડેપ્યુટી સીએમ ડીકે શિવકુમારનું કહેવું છે કે, ગત્ત 30 થી 40 વર્ષમાં અમે આ પ્રકારનો દુષ્કાળ નથી જોયો. જો કે અહીં દુષ્કાળ પહેલા પણ આવી ચુક્યા છે પરંતુ અમે આટલા મોટા પ્રમાણમાં તાલુકાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર નથી કર્યા. બેંગ્લુરૂમાં પીવાના પાણીની ભારે સમસ્યા થઇ રહી છે. તો બીજી તરફ ટેંકર માફીયાઓ બેફામ થયા છે. જેઓ કોઇ સરકારી રજીસ્ટ્રેશ વગર કાયદાની મજાક ઉડાવતા જોવા મળી રહ્યા છે અને પાણી બેફામ ભાવે વેચી રહ્યા છે. 

સતત ઘટી રહ્યું છે ભુમિગત જળસ્તર

ટેંકર માફિયાઓનો એક સભ્ય લોકેશ જિગની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બોરવેલ લગાવે છે. બોરવેલ દ્વારા તે અહીં જમીનમાંથી પાણી બિનકાયદેસર રીતે કાઢી રહ્યો છે. તે પાણી વેચીને તગડો નફો કમાઇ રહ્યો છે. માર્બલ ટ્રેડર પોતે જણાવી રહ્યા છે કે, લોકેશે 600 રૂપિયામાં 6000 લીટર પીવાનું પાણી વેચી રહ્યા છે. તે દરમિયાન તેણે સ્વિકાર્યું કે, ટેંકર સરકારી નિયમો હેઠળ નોંધાયેલું નથી. 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT