બોલિવૂડ એક્ટ્રેસ ફિલ્મ નિર્માતાના 2.50 કરોડ ખાઈ ગઈ, છેતરપિંડી કેસમાં વોરંટ જારી, નામ જાણીને ચોંકી જશો

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

રાંચી: બોલિવૂડ અભિનેત્રી અમીષા પટેલ મુશ્કેલીમાં ફસાઈ છે. હકીકતમાં, અરગોડાના રહેવાસી અજય કુમાર સિંહ દ્વારા અભિનેત્રી વિરુદ્ધ વર્ષ 2018 માં કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે આરોપ લગાવ્યો હતો કે અમીષા પટેલે મ્યુઝિક વીડિયો બનાવવાના નામ પર અમીષા પટેલે તેની પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા. પરંતુ આ મ્યુઝિક વિડીયો બની શક્યો ન હતો અને અમીષાએ પૈસા પરત કર્યા ન હતા.

સમન્સ આપવા છતાં એક્ટ્રેસ કોર્ટ નહોતી આવતી
આ કેસમાં રાંચીની સિવિલ કોર્ટે વોરંટ જારી કર્યું છે. અમીષા સામે સમન્સ જારી કરવા છતાં તે કોર્ટમાં પોતાની હાજરી નોંધાવી રહી નથી. તેમજ તેના વકીલને પણ મોકલી રહી નથી. આવી સ્થિતિમાં અમીષા પટેલ સામે નોંધાયેલા કેસમાં આ વોરંટ જારી કરવામાં આવ્યું છે. આગામી સુનાવણી 15 એપ્રિલે થશે. જણાવી દઈએ કે આ કેસ અજય કુમાર સિંહ વતી અમીષા પટેલ અને તેના બિઝનેસ પાર્ટનર કુણાલ વિરુદ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ચેક બાઉન્સ, છેતરપિંડી અને ધાકધમકી આપવાના મામલામાં આ કેસ નોંધવામાં આવ્યો છે. અજય કુમાર સિંહ વ્યવસાયે ઝારખંડના ફિલ્મ નિર્માતા છે.

શું છે મામલો?
અરગોડાના રહેવાસી અજય કુમાર સિંહે 17 નવેમ્બર 2018ના રોજ CJM કોર્ટમાં આ કેસ દાખલ કર્યો હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે મ્યુઝિક મેકિંગના નામે અમીષા પટેલે અજય કુમાર સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા લીધા હતા, પરંતુ પૈસા લીધા બાદ તે મ્યુઝિક વીડિયો બનાવી શકી નહીં. આ સાથે અમીષા પટેલ પર ફિલ્મ ‘દેશી મેજિક’ બનાવવાના નામે અજય સિંહ પાસેથી 2.5 કરોડ રૂપિયા પડાવવાનો પણ આરોપ છે. જૂન 2018માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ન હતી, ત્યારે અજયે અમીષાને પૈસા પરત કરવાની માંગ કરી હતી. ઘણી વિલંબ બાદ ઓક્ટોબર 2018માં 2.5 કરોડ અને 50 લાખ રૂપિયાના બે ચેક આપવામાં આવ્યા હતા જે બાઉન્સ થયા હતા. આ પછી અજય સિંહે રાંચી સિવિલ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો, જેના પર હજુ સુનાવણી ચાલી રહી છે. અમીષા કોર્ટમાં નથી પહોંચી રહી. આવી સ્થિતિમાં હાલના જજ તારીખ પર તારીખ આપી રહ્યા છે. આ વખતે કોર્ટમાં પહોંચ્યા બાદ અમીષા શું જવાબ આપે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો

ADVERTISEMENT

ટૂંક સમયમાં ગદર-2માં જોવા મળશે અમીષા પટેલ
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અમીષા પટેલ ટૂંક સમયમાં ફિલ્મ ‘ગદર 2’માં જોવા મળશે. ફિલ્મમાં અભિનેત્રી સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરી રહી છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં ફિલ્મ પોસ્ટ પ્રોડક્શન અને એડિટિંગ સ્ટેજ પર છે. ટૂંક સમયમાં જ બંને પોતાની જોડીથી ચાહકોને ઈમ્પ્રેસ કરવા સાથે જોવા મળશે અને ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરતા પણ જોવા મળશે.

    follow whatsapp

    ADVERTISEMENT