રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે પ્રાઈવેટ આર્મી વેગનરનો પુતિન સામે બળવો, મોસ્કોમાં રસ્તા પર ઉતરી ટેંકો

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોસ્કો: રશિયા-યુક્રેન યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સૌથી મોટી મુશ્કેલીમાં છે. એવી આશંકા છે કે રશિયામાં બળવો થઈ શકે છે. આ સાથે, ક્રેમલિનની સુરક્ષા માટે મોસ્કોમાં ટેન્ક તૈનાત કરવાની માહિતી મળી છે. સમાચાર એજન્સી TASS એ એક સ્ત્રોતને ટાંકીને જણાવ્યું હતું કે, સેન્ટ્રલ મોસ્કોમાં શનિવારે વહેલી સવારે લશ્કરી વાહનો જોવા મળ્યા હતા. તમને જણાવી દઈએ કે પુતિનની પ્રાઈવેટ મિલિશિયા વેગનર ગ્રુપે બળવો કરવાનો નિર્ણય લીધો છે. વેગનર ગ્રુપ અને રશિયન સૈન્ય વચ્ચે તણાવ ઉભો થયો છે. રશિયા સાથે જોડાયેલા લડાકુ જૂથના નેતા યેવજેની પ્રિગોઝિને મોસ્કોને સજા કરવાની અને બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે.

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને વેગનરના બોસ યેવજેની પ્રિગોઝિન દ્વારા સશસ્ત્ર બળવાના પ્રયાસ વિશે નિયમિતપણે માહિતી આપવામાં આવે છે. ક્રેમલિને કહ્યું કે, પુતિનને આ મામલે સંરક્ષણ મંત્રાલય, આંતરિક બાબતોના મંત્રાલય અને નેશનલ ગાર્ડ પાસેથી સતત માહિતી મળી રહી છે.

વેગનર તાલીમ શિબિર પર મિસાઇલ હુમલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેગનર ગ્રૂપના વડા યેવજેની પ્રિગોઝિને યુક્રેનના બખ્મુતમાં વેગનર ટ્રેનિંગ કેમ્પ પર મિસાઈલ હુમલા માટે ક્રેમલિનને જવાબદાર ગણાવ્યું છે. આ હુમલામાં વેગનરના ઘણા લડવૈયા માર્યા ગયા હતા. પ્રિગોઝિને શપથ લીધા, “અમે મોસ્કો જઈ રહ્યા છીએ, અને જે કોઈ અમારા કેન્દ્રોમાં પ્રવેશ કરશે તેને આના માટે જવાબદાર ગણવામાં આવશે.”

ADVERTISEMENT

પ્રિગોઝિને પોતાના પ્રવક્તાઓ દ્વારા બહાર પાડવામાં આવેલા ઓડિયો સંદેશાઓની એક સીરિઝમાં કહ્યું, “તેઓએ (રશિયાની સૈન્ય) અમારા શિબિરો પર મિસાઈલ હુમલા કર્યા, જેમાં મોટી સંખ્યામાં અમારા લડવૈયાઓ, અમારા સાથીઓ માર્યા ગયા.” તેમણે કહ્યું, ‘પીએમસી વેગનરની કાઉન્સિલ ઓફ કમાન્ડરોએ નિર્ણય લીધો છે – દેશનું લશ્કરી નેતૃત્વ જે દુષ્ટતા લાવે છે તેને રોકવી જોઈએ.’ તેમણે કહ્યું, “જે કોઈ પ્રતિકાર કરશે – અમે તેને ખતરો ગણીશું અને તેનો તરત જ નાશ કરીશું. આપણે આ સમસ્યાનો અંત લાવવાની જરૂર છે. આ લશ્કરી બળવો નથી, પરંતુ ન્યાયની કૂચ છે.

અમારા 25 હજાર સૈનિકો મરવા માટે તૈયાર છેઃ વેગનર ગ્રુપ
વેગનર ગ્રૂપના વડાએ જણાવ્યું હતું કે, તેમના દળો દક્ષિણ સરહદી વિસ્તારમાં પ્રવેશ્યા હતા, વેગનરના દળોએ રોસ્ટોવમાં સધર્ન મિલિટરી ડિસ્ટ્રિક્ટ બિલ્ડિંગનો કબજો મેળવ્યો હતો. તેમણે યુદ્ધની ઘોષણા કરવાની શૈલીમાં એમ પણ કહ્યું કે, તેમની 25,000 મજબૂત સેના “મરવા માટે તૈયાર છે”. જે બાદ રોસ્ટોવમાં રશિયન સત્તાવાળાઓએ લોકોને ઘરની અંદર રહેવાની અપીલ કરી છે. દરમિયાન, લિપેટ્સકના ગવર્નરે કહ્યું કે, અધિકારીઓએ સુરક્ષા તકેદારી વધારવાનો નિર્ણય કર્યો છે.

ADVERTISEMENT

ડ્યૂમાની તકેદારી વધારાઈ
યેવજેની પ્રિગોઝિને વેગનર ગ્રુપના આ પ્રયાસને ન્યાય માટેની લડત ગણાવી છે. સામે આવ્યું છે કે વેગનર જૂથના લડવૈયાઓ નોવોચેરકાસ્કના માર્ગ પર પ્રથમ ચેકપોઇન્ટ પસાર કરી ચૂક્યા છે. રશિયન સૈન્યનું મુખ્ય મથક નોવોચેરકાસ્કમાં છે. મોસ્કોની શેરીઓમાં સશસ્ત્ર વાહનોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સ્પેશિયલ ફોર્સે મોસ્કોની આસપાસ નાકાબંધી કરી દીધી છે. રશિયન લશ્કરી અધિકારીઓ ક્રેમલિન અને ડ્યૂમા, રશિયાની સંસદને સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ADVERTISEMENT

પુટિન વિરોધી નેતા મિખાઇલ ખોદોરકોવ્સ્કીની અપીલ, રશિયનોએ યેવજેનીને ટેકો આપવો જોઈએ
પુટિન વિરોધી નેતા મિખાઇલ ખોદોરકોવસ્કીએ રશિયનોને વેગનરના વડા યેવજેની પ્રિગોઝિનને ટેકો આપવા વિનંતી કરી છે. યેવગાનીએ મોસ્કોના લશ્કરી નેતૃત્વનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. તેણે કહ્યું કે, જો તેણે (વેગનરે) ક્રેમલિન પર કબજો કરવાનો નિર્ણય લીધો છે તો તેને શેતાનને મારવાની હદ સુધી સમર્થન આપો.લોકોને અપીલ કરતાં તેણે કહ્યું કે, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોસ્કોના મેયર કહે છે કે સુરક્ષાને મજબૂત કરવા માટે આતંકવાદ વિરોધી પગલાં લેવામાં આવી રહ્યા છે, જાહેર કાર્યક્રમો પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે. વોરોનિશ અને લિપેત્સ્ક પ્રદેશોમાં એફએસબી (ફેડરલ સિક્યુરિટી સર્વિસ)ની ઓફિસો ખાલી કરાવવામાં આવી રહી છે. તેઓ રોસ્ટોવથી મોસ્કો જઈ રહ્યા છે.

मिखाइल खोदोरकोव्स्की

ગ્રુપની રચના 10 વર્ષ પહેલા થઈ હતી
વેગનર ગ્રુપ એ રશિયન ખાનગી લશ્કરી કંપની છે, જે સમગ્ર વિશ્વમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રશિયાની તરફેણ કરે છે. આ ગ્રુપની રચના 10 વર્ષ પહેલા એટલે કે 2013માં કરવામાં આવી હતી. 2022 માં, આ જૂથ એક કંપની તરીકે નોંધાયેલ છે. તેનું મુખ્ય મથક સેન્ટ પીટર્સબર્ગમાં છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ અનુસાર, આમાં 80 ટકાથી વધુ લોકો ગુનેગાર છે. તેમની વચ્ચે ભૂતપૂર્વ સૈનિકો પણ છે. વેગનર ગ્રુપ પોતાને રાષ્ટ્રવાદી સંગઠન કહે છે. તેમનું કહેવું છે કે આ સંસ્થામાં દેશની સેવા કરવાની ભાવના ધરાવતા સામાન્ય લોકોની પણ ભરતી કરવામાં આવે છે. યુએસ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલનું માનવું છે કે હાલમાં યુક્રેનમાં લગભગ 50 હજાર વેગનર્સ કામ કરી રહ્યા છે. જો કે, મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે સીરિયા, અફઘાનિસ્તાનના લડવૈયાઓ જેવા અન્ય દેશોના લોકો પણ આ જૂથમાં જોડાઈ રહ્યા છે. આ એવા લોકો છે, જેઓ પોતાનું ગુજરાન ચલાવવામાં પણ અસમર્થ છે. આવા લોકો યુક્રેનમાં આ યુદ્ધમાં રોકાયેલા છે.

કોણ છે યેવજેની પ્રિગોઝિન
વેગનર જૂથના નેતા, યેવજેની વિક્ટોરોવિચ પ્રિગોઝિન, એક ઘોષિત અપરાધી છે. તે અનેક મોટા ગુનાઓમાં વોન્ટેડ હતો. તેને જેલ થઈ. ત્યાંથી મુક્ત થયા પછી તેણે હોટ ડોગ્સ વેચવાનું શરૂ કર્યું. બાદમાં તે પુતિનનો રસોઇયા બન્યો. આજે તે રેસ્ટોરાંની ચેઈન છે.

નેટવર્ક 18 આફ્રિકન દેશોમાં ફેલાયેલું છે
વેગનર ગ્રુપ 18 દેશોમાં નેટવર્ક ધરાવે છે. તે આ દેશોમાં એક યા બીજા પક્ષને મદદ કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, માલીમાં, તેના હજારથી વધુ સૈનિકો રશિયાની મદદથી રાષ્ટ્રપતિ બનેલા અસિમી ગોઇતા સાથે ઉભા છે. બદલામાં, ગરીબ દેશ માલી તેમને દર મહિને લગભગ $10 મિલિયન ચૂકવે છે. વેગનર ગ્રુપ વર્ષ 2017માં જ સુદાન આવ્યું છે અને સોનાની ખાણો પર સતત કબજો જમાવી રહ્યું છે. બદલામાં, તે ત્યાંની અસ્થિર સરકારમાં એક વ્યક્તિને જીતાડવાનું વચન આપે છે. વેગનર ગ્રુપે મોઝામ્બિક, બુર્કિના ફાસો અને લિબિયા જેવા દરેક દેશમાં પ્રવેશ કર્યો છે, જ્યાં સોનું ઉપલબ્ધ છે.

    follow whatsapp

    ADVERTISEMENT