છત્તીસગઢમાં Vishnu Deo Saiનો રાજ્યાભિષેક, રાજ્યપાલે મુખ્યમંત્રી તરીકે લેવડાવ્યા શપથ

ADVERTISEMENT

gujarattak
social share
google news

Chief Minister of Chhattisgarh : છત્તીસગઢમાં વિષ્ણુદેવ સાયએ મુખ્યમંત્રી પદના શપથ લીધા. છત્તીસગઢમાં વિષ્ણુદેવે હિન્દીમાં CM પદના શપથ લીધા છે. અરુણ સાવ અને વિજય શર્માએ ડેપ્યુટી CM પદના શપથ લીધા છે.

વડાપ્રધાન મોદી સહિતના નેતાઓ રહ્યા હાજર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી. નડ્ડા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, આસામના મુખ્યમંત્રી અને ભાજપના નેતા હિમંતા બિસ્વા સરમા અને બીજેપી નેતા વિષ્ણુ દેવ સાઈ સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ શપથ ગ્રહણ સમારોહમાં રાયપુર ખાતે હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ કરતા પહેલા વિષ્ણુ દેવ સાયએ તેમની પત્ની કૌશલ્યા દેવી સાથે રાયપુર સ્થિત તેમના નિવાસસ્થાને પ્રાર્થના કરી હતી. આ દરમિયાન તેની માતાએ પુત્રને તિલક લગાવીને આશીર્વાદ આપ્યા હતા.

ADVERTISEMENT

90 વિધાનસભા બેઠકોમાંથી 54 બેઠકો જીતી ભાજપે સરકાર બનાવી

તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી 54 બેઠકો જીતી હતી. 2018માં 68 સીટો જીતનારી કોંગ્રેસ આ વખતે 35 સીટોમાં સમેટાઇ હતી. ગોંડવાના ગણતંત્ર પાર્ટી એક બેઠક જીતવામાં સફળ રહી. ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં મુખ્યમંત્રી પદ માટે કોઈને દાવેદાર બનાવ્યા ન હતા. 3 ડિસેમ્બરે ભાજપને બહુમતી મળી ત્યારથી નવા સીએમ વિશે અટકળો ચાલી રહી હતી. ભાજપે આદિવાસી સમુદાયમાંથી આવતા વિષ્ણુદેવ સાયને મુખ્યમંત્રી બનાવવાના નામ પર મોહર લગાવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT