VIRAT KOHLI સચિનનો રેકોર્ડ તોડવા થી ત્રણ કદમ દૂર, બનશે જાદુઇ રેકોર્ડ
નવી દિલ્હી : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ શાનદાર પર્ફોમન્સના કારણે શ્રીલંકા વિરુદ્ધની ત્રીજી મેચ રવિવારે મચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં…
ADVERTISEMENT
નવી દિલ્હી : ભારતીય ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ શાનદાર પર્ફોમન્સના કારણે શ્રીલંકા વિરુદ્ધની ત્રીજી મેચ રવિવારે મચ જીતી લીધી હતી. વિરાટ કોહલીએ આ મેચમાં 166 રનની અણનમ રમત રમી હતી. આ વન ડે કેરિયરમાં તેનો બીજો સર્વશ્રેષ્ઠ સ્કોર છે. જો કે ખાસ વાત છે કે, હવે વિરાટ કોહલી મહાન બેટ્સમેન સચિન તેંડુલકરના રેકોર્ડ તોડવાની નજીક આવી ચુક્યો છે.
વિરાટ કોહલીની વનડેમાં અત્યાર સુધીમાં કુલ 46 સદી ફટકારી છે. જ્યારે વનડે ક્રિકેટમાં સૌથી વધારે સદીનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. જેણે પોતાની કારકિર્દીમાં 49 સદી ફટકારી છે. એટલે કે વિરાટ કોહલીને શતકના આ રેકોર્ડની બરાબરી કરવા માટે હવે માત્ર 3 શતકની જરૂર છે. જ્યારે રેકોર્ડ તોડવા માટે 4 શતકની જરૂર છે.
વિરાટ કોહલી 2019 થી 2022 ની વચ્ચે એક પણ સદી ફટકારી શક્યા નહોતા. તેમની શતકોની 3 વર્ષ સુધી દુર રહ્યા છો. જો કે એશિયા કપમાં અફઘાનિસ્તાનની વિરુદ્ધ જ્યારે સેંચુરી આવી, ત્યાર બાદ વિરાટ કોહલીએ પાછુ વળીને જોયું હતું. જો વનડે મેચની વાત કરીએ તો ગત્ત ચાર ઇનિંગમાં વિરાટ કોહલી ત્રણ સેંચુરી ફટકારી ચુકી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT