3 વર્ષ, 3 મહિના અને 17 દિવસ બાદ King Kohliનું કમબેક, વિરાટ કોહલીએ ટેસ્ટમાં 28મી સદી ફટકારી
અમદાવાદ: ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલીએ 23 નવેમ્બર 2019ના રોજ ટેસ્ટમાં છેલ્લી સદી ફટકારી હતી. કોહલીએ કોલકાતામાં બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં સદી મારી હતી.…
ADVERTISEMENT
અમદાવાદ: ભારતીય ટીમના મુખ્ય બેટ્સમેન વિરાટ કોહલીએ 23 નવેમ્બર 2019ના રોજ ટેસ્ટમાં છેલ્લી સદી ફટકારી હતી. કોહલીએ કોલકાતામાં બાંગ્લાદેશ સામેની ડે-નાઈટ ટેસ્ટમાં સદી મારી હતી. હવે 3 વર્ષ 3 મહિના અને 17 દિવસની રાહ જોયા બાદ વિરાટ કોહલીએ ટેસ્ટમાં સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં વિરાટના બેટથી સદી નીકળી છે.
વિરાટ કોહલીની 28મી ટેસ્ટ સદી
આ વિરાટ કોહલીની ટેસ્ટ ક્રિકેટમાં 28મી સદી છે. ઓસ્ટ્રેલિયા સામે તેણે 7મી વખત ત્રણ આંકડાનો સ્કોર કર્યો છે. ચોથા દિવસે લંચ બાદ વિરાટે 241 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ તેની સદી સુધી પહોંચવા માટે માત્ર 5 ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે સૌથી વધુ રન વિકેટની વચ્ચે દોડીને બનાવ્યા હતા.
Virat Kohli scores a Test hundred for the first time in over three years 🎉#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/V3TIf48iVc
— ICC (@ICC) March 12, 2023
ADVERTISEMENT
ચોથા દિવસે ધીમી બેટિંગ
વિરાટ કોહલીએ આજે મેચના ચોથા દિવસે ખૂબ જ ધીમી બેટિંગ કરી છે. તેણે પહેલા સેશનમાં એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. પિચ બોલરોને મદદ કરવા લાગી છે. પરંતુ વિરાટે ધીરજ ગુમાવી ન હતી અને 3 વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. જો કે ગયા વર્ષે તેણે અફઘાનિસ્તાન સામે ટી20 અને બાંગ્લાદેશ સામે વનડેમાં સદી ફટકારી હતી. આ વર્ષની શરૂઆતમાં વિરાટે શ્રીલંકા સામે વનડેમાં બે સદી ફટકારી હતી.
ત્રણ વર્ષથી ટેસ્ટમાં બેટ શાંત હતું
વિરાટ કોહલીનું બેટ છેલ્લા ત્રણ વર્ષથી ટેસ્ટમાં સંપૂર્ણ રીતે શાંત હતું. તેણે 2020માં 19.33ની એવરેજથી 116 રન, 20201માં 28.21ની એવરેજથી 536 રન અને 2022માં 26.5ની એવરેજથી 265 રન બનાવ્યા હતા. છેલ્લી 15 ઇનિંગ્સમાં તે એક પણ અડધી સદી ફટકારી શક્યો નહોતો. આ વર્ષની શરૂઆત વિરાટ માટે સારી રહી ન હતી. વિરાટે બોર્ડર ગાવસ્કર શ્રેણીની પ્રથમ ત્રણ મેચમાં 111 રન બનાવ્યા હતા. સિરીઝમાં ડેબ્યૂ કરી રહેલા ટોડ મર્ફીએ તેને ઘણો પરેશાન કર્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT