રાહુલ ગાંધી વિરુદ્ધ વધુ એક માનહાનિનો કેસ નોંધાશે? હવે સાવરકરના પૌત્ર કોર્ટમાં પહોંચ્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. માનહાનિના કેસને કારણે તેમનું લોકસભાનું સભ્યપદ જતું રહ્યું છે, હવે તેમની સામે વધુ એક માનહાનિનો કેસ દાખલ થવા જઈ રહ્યો છે. હકીકતમાં, વીર સાવરકરના પૌત્રે પુણે કોર્ટમાં અરજી કરી છે. તેમના તરફથી આરોપ લગાવવામાં આવ્યો છે કે રાહુલ ગાંધીએ વીર સાવરકરનું અપમાન કર્યું છે. આ પહેલા પણ તેમના તરફથી આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો અને રાહુલ વિરુદ્ધ કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે.

રાહુલ ગાંધીના નિવેદન પર વિવાદ
વાસ્તવમાં લોકસભાના સભ્યપદેથી અયોગ્ય જાહેર થયા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું કે લોકો કહે છે કે રાહુલ ગાંધીએ માફી માંગી લીધી હોત તો. આ વિશે રાહુલ ગાંધી શું વિચારે છે. આ સવાલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, મારું નામ સાવરકર નથી, મારું નામ ગાંધી છે. ગાંધી કોઈની માફી માંગતા નથી. રાહુલ ગાંધીએ આવું પહેલીવાર નહોતું કહ્યું, પરંતુ આ પહેલા પણ ઘણી વખત કહ્યું છે અને ઘણીવાર સાવરકર પર નિશાન સાધતા રહ્યા છે.

અગાઉ પણ સાવરકર પર આપ્યું હતું નિવેદન
આ પહેલા પણ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે વીર સાવરકર અંગ્રેજોથી ડરી ગયા હતા, સ્વતંત્રતા સંગ્રામમાં તેમનું કોઈ યોગદાન નહોતું. તેમના આ નિવેદનોને કારણે વધુ વિવાદ થયો છે. રાજકીય રીતે પણ કોંગ્રેસ માટે અનેક પડકારો ઉભા થયા છે. ઉદ્ધવ ઠાકરેએ ખુલ્લેઆમ કહ્યું છે કે તેઓ વીર સાવરકરનું અપમાન સહન કરી શકતા નથી. તેમણે તો ત્યાં સુધી કહ્યું છે કે વીર સાવરકરને ભારત રત્ન મળવો જોઈએ.

ADVERTISEMENT

રાહુલના દાવા પર સવાલ ઉઠાવતા રંજીત સાવરકરે અગાઉ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધી કહી રહ્યા છે કે તેઓ માફી નહીં માંગે કારણ કે તેઓ સાવરકર નથી. હું તેમને પડકાર આપું છું કે તેઓ સાવરકરની માફીના દસ્તાવેજો બતાવે. રાજનીતિને પ્રોત્સાહન આપવા માટે દેશભક્તોના નામનો ઉપયોગ કરવો ખોટું અને નિંદનીય છે. આ અંગે કાર્યવાહી થવી જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT