ગુજરાતીઓનો ગોઝારો અકસ્માત: ચારધામની યાત્રાની બસને અકસ્માત, 7ના મોત 27 ઘાયલ

ADVERTISEMENT

Gujarati Bus Accident in Utrakhand
Gujarati Bus Accident in Utrakhand
social share
google news

અમદાવાદ : ગુજરાત માટે રવિવાર ખુબ જ ગોઝારો સાબિત થયો હતો. ભાવનગરથી ઉતરાખંડના ચારધામની યાત્રાએ ગયેલી બસને અકસ્માત નડ્યો હતો. બસમાં કુલ 33 થી વધારે મુસાફરો સવાર હતા. આ બસ ગંગોત્રીથી પરત ફરી રહી હતી ત્યારે જ ખાઇમાં ખાબકતા 7 યાત્રાળુઓનાં મોત નિપજ્યાં હતા.

7 ગુજરાતીઓનાં મોત થયા

ADVERTISEMENT

33 મુસાફરો પૈકી 27 ને રેસક્યું કરીને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું સામે આવી રહી છે. હાલ તો રેસક્યું ઓપરેશન માટે એનડીઆરએફ, એસડીઆરએફ અને સ્થાનિક તંત્રના જવાનો કામે લાગેલા છે. તમામ યાત્રાળુઓ ગુજરાતી હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. ભાવનગરની શ્રી ટ્રાવેલ્સ દ્વારા આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

27 બાળકો ઘાયલ થયા હતા

ADVERTISEMENT

અકસ્માતમાં 7 ગુજરાતીઓમાં મોત નિપજ્યાં છે. જ્યારે 27 થી વધારે ઘાયલ છે. જેમાં 3 ની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. બસના ડ્રાઇવરે એક વળાંકમાં કાબુ ગુમાવતા ખાઇમાં ખાબકી હતી. જેના કારણે 7 લોકોનાં મોત નિપજ્યાં હતા. જે પૈકી 3 લોકો સુરત જઇ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

    follow whatsapp

    ADVERTISEMENT