Video: જમ્મુ-કાશ્મીરમાં ભયાનક અકસ્માત, કાર ખીણમાં ખાબકતા 5 બાળકો સહિત 8ના મોત
Jammu Kashmir Road Accident : જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર અચાનક ખીણ (ખાઈ)માં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે.
ADVERTISEMENT
Jammu Kashmir Road Accident : જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં એક કાર અચાનક ખીણ (ખાઈ)માં ખાબકતા એક જ પરિવારના 8 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યાં છે. મૃતકોમાં 5 બાળકો પણ સામેલ છે. આ અંગેની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને કારમાંથી મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.
અનંતનાગ જિલ્લામાં સર્જાઈ દુર્ઘટના
આ દુર્ઘટના સાઉથ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આવેલા ડાક્સુમ વિસ્તાર પાસે સર્જાઈ હતી. જેમાં એક જ પરિવારના 8 સભ્યો ટાટા સુમોમાં કિશ્તવાડથી મારવાહ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં કાર ચાલકે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર ખીણમાં ખાબકી હતી.
#WATCH | Jammu and Kashmir: People of the same family met with a car accident in the Daksum area of Anantnag district. Further details awaited. pic.twitter.com/zDoU7eJqXv
— ANI (@ANI) July 27, 2024
સ્થાનિકોએ પોલીસને જાણ કરી
આ દુર્ઘટના અંગે આસપાસના લોકોએ પોલીસને જાણ કરી હતી. જે બાદ સ્થાનિક પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારમાંથી 8 લોકોને બહાર કાઢી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોલીસે મૃતકના પરિજનોને આ અંગેની જાણ કરી છે.
ADVERTISEMENT
કારમાં સવાર 8 લોકોના મોત
પોલીસે જણાવ્યું કે, ટાટા સૂમોમાં બેઠેલા તમામ લોકોના દુર્ઘટનામાં મૃત્યુ થયા છે. મૃતકોમાં 5 બાળકો પણ સામેલ છે. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવશે. મૃતકો મૂળ કિશ્તવાડના રહેવાસી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ADVERTISEMENT