VIDEO : દિલ્હીમાં સર્જાયો ટ્રેન અકસ્માત, માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતર્યા

ADVERTISEMENT

રેલ્વે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે
Goods train derails in Delhi
social share
google news

Goods train derails in Delhi: દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પાસે એક ભયંકર ટ્રેન અકસ્માત થયાના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીના ઝાખીરા ફ્લાયઓવર પાસે ટ્રેન પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી. માલગાડીના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયાની જાણકારી મળી રહી છે. 

રેલ્વે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે 

માહિતી મળતાં જ રેલ્વે અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. માલગાડીમાં લોખંડની ચાદરના રોલ્સ લોડ કરવામાં આવ્યા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિની ​​માહિતી નથી. રેલવેની ટીમો માલગાડીના પાટા પરથી ઉતરેલા કોચને સીધા કરવામાં વ્યસ્ત છે. ટ્રેકનું સમારકામ પણ ચાલુ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT