Lok Sabha Elections: ભારતમાં ‘I.N.D.I.A’ની હાર કે જીત, દેશની જનતા જુઓ શું કહ્યું

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • લોકસભાની ચૂંટણીને લઈને ઈન્ડિયા ટૂડે ગ્રુપનો સર્વે
  • INDIA ગઠબંધનને લઈને લોકોને પૂછાયા સવાલો
  • ઉત્તર, પશ્ચિમ અને પૂર્વમાં NDAનો વાગશે ડંકોઃ સર્વે
Mood of the Nation Updates: લોકસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે આવેલો એક સર્વે ભારતીય જનતા પાર્ટી માટે રાહત આપનારો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે  ભાજપ (BJP)ના નેતૃત્વમાં NDA ( નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) ઉત્તર, પશ્ચિમ અને પૂર્વમાં ડંકો વાગવાનો છે. જોકે, દક્ષિણ ભારતના રાજ્યોમાં NDA વિપક્ષી ગઠબંધન INDIAથી પાછળ હોય તેવું લાગી રહ્યું છે. ઈન્ડિયા ટૂડે ગ્રુપ દ્વારા કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેથી સંકેત મળી રહ્યા છે કે દક્ષિણ ભારતના રાજ્યોની 132 લોકસભા સીટોમાંથી NADના ખાતામાં માત્ર 27 સીટો આવતી જ જોવા મળી રહી છે. જ્યારે વિપક્ષી ગઠબંધન INDIA 76 સીટો પોતાના નામે કરીને સફળતા મેળવી શકે છે.આ સિવાય 29 સીટો અન્યના ખાતામાં જઈ શકે છે. જોકે, આ અંતિમ આંકડા નથી. ભારતીય ચૂંટણી પંચ (ECI) દ્વારા ચૂંટણીનો કાર્યક્રમ હજુ જાહેર કરવામાં આવ્યો નથી.

અન્ય રાજ્યોમાં કેવું રહેશે પ્રદર્શન

સર્વે અનુસાર, ઉત્તર ભારતની 180 લોકસભા સીટોમાંથી એનડીએ 154નો જંગી સ્કોર બનાવી શકે છે. અહીં વિપક્ષી ગઠબંધન INDIA માત્ર 25 સીટો જીતી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. પૂર્વી રાજ્યોમાં વિપક્ષી ગઠબંધન 38 સીટો જીતે તેવી શક્યતા છે. સાથે જ NDA 103 સીટો જીતવામાં સફળ થઈ શકે છે. અહીં કુલ સીટોની સંખ્યા 153 છે. ભારતના પશ્ચિમી રાજ્યોમાં NDAને 78માંથી 51 સીટો મળવાની ધારણા છે. અહીં વિપક્ષી ગઠબંધન ભારત 27 સીટો જીતી શકે છે.

શું ઈન્ડિયા ગઠબંધન NDAને હરાવશે?

ઈન્ડિયા ટૂડે ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં લોકો પૂછવામાં આવ્યું હતું કે શું તમને લાગે છે કે ‘I.N.D.I.A. ગઠબંધન લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વવાળી NDAને હરાવશે? (Do you think the I.N.D.I.A. grouping can defeat the BJP-led NDA in the Lok Sabha election?)’  જેના જવાબમાં 55 ટકા લોકોને જવાબ ‘ના’ આપ્યો હતો, જ્યારે 31 ટકા લોકોનો જવાબ ‘હા’ હતો. તો 14 ટકા લોકોએ કંઈ જવાબ આપ્યો નહોતો.

વિપક્ષી ગઠબંધનમાં કોણ છે સૌથી યોગ્ય?

આ ઉપરાંત સર્વ દરમિયાન લોકોને ‘વિપક્ષી ગઠબંધનનું નેતૃત્વ કરવા માટે વર્તમાન નેતાઓમાંથી કોણ સૌથી યોગ્ય છે? (Who among the current leaders is best suited to lead the Opposition alliance?)’ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં મોટાભાગના લોકોએ રાહુલ ગાંધીનું નામ લીધું હતું. જ્યારે બીજા નંબર પર અરવિંદ કેજરીવાલનું નામ લેવામાં આવ્યું હતું. તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે ત્રીજા નંબરે રહ્યા હતા.

નીતિશ કુમારના ‘INDIA’માંથી બહાર થવા પાછળ કોણ જવાબદાર?

આ સાથે જ ઈન્ડિયા ટૂડે ગ્રુપ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને પણ સવાલ કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, ‘I.N.D.I.Aમાંથી નીતિશ કુમારના બહાર થવા પાછળ કોણ જવાબદાર છે?  (Who is to be blamed forNitish’s exit from I.N.D.I.A.?)’ આ સવાલના જવાબમાં 44 લોકોએ નીતિશ કુમાર ખુદને આ માટે જવાબદાર ગણાવ્યા હતા. તો 21 ટકા લોકોએ કોંગ્રેસ, 13 ટકા લોકોએ RJD, 15 ટકા લોકોએ ભાજપને આ માટે જવાબદાર ગણાવ્યું હતું. તો 7 ટકા લોકોએ કોઈ જવાબ આપ્યો નહોતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT