બોલિવુડના દિગ્ગજ અભિનેતા અન્નુ કપૂરને છાતીમાં દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : દિગ્ગજ ફિલ્મ અભિનેતા અન્નુ કપૂરની તબિયત અચાનક લથડી જતા તેમને તત્કાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કપૂરને નવી દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કહેવાઇ રહ્યું છે કે, છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે ડોક્ટરોના જણાવ્યા અનુસાર હાલ તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

હોસ્પિટલ દ્વારા મેડિકલ બુલેટિન જાહેર કરાયું
ફેમસ એક્ટર અને સિંગર અન્નુ કપૂરને 26 જાન્યુઆરીની સવારે સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ડોક્ટરના જણાવ્યા અનુસાર, કપૂરને છાતીમાં દુઃખાવાની સમસ્યાને કારણે દાખલ કરાયા છે. તેઓ કાર્ડિયોલોજીના ડો. સુશાંતની દેખરેખ હેઠળ છે. હાલમાં અન્નુ કપૂરની હાલત સ્થિર છે.

ભોપાલમાં થયો હતો અભિનેતાનો જન્મ
અન્નુ કપૂરનો જન્મ 20 ફેબ્રુઆરી 1956ના રોજ મધ્યપ્રદેશના ભોપાલમાં થયો હતો. અન્નુ કપૂરના પિતા મદનલાલ કપૂર મુળ પંજાબના હતા. તેમના માતા કમલાજી બંગાળી હતા. અન્નુ કપૂરના પિતા પોતે પારસી થિયેટર કંપની ચલાવતા હતા. જે એક શહેરથી બીજા શહેરમાં જઈને શેરીઓમાં નાટકો કરતા હતા. જ્યારે કપુરની માતા કવિયત્રી હતા ઉપરાંત ક્લાસિકલ ડાન્સ કરવાનો શોખ હતો. અન્નુ કપૂર આર્થિક સંકડામણ અને સતત ફરતા રહેવાના કારણે ભણી શક્યા નહોતા. અન્નુ કપૂર બાળપણમાં તેમના પિતાની થિયેટર કંપનીમાં જોડાયા હતા. ત્યારબાદ અન્નુ કપૂરે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં એડમિશન લીધું. અહીં સખત મહેનત કરી. તેઓ અભિનય શીખ્યા હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT