BJP ના દિગ્ગજ નેતાનો આત્મહત્યાનો પ્રયાસ: પત્ની સાથે ઉંઘની ગોળીઓ ખાઇ લેતા ચકચાર
કાનપુર : પંજાબી એકેડમી ઉત્તર પ્રદેશના સભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી વિકી છાબરા અને તેમની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા…
ADVERTISEMENT
કાનપુર : પંજાબી એકેડમી ઉત્તર પ્રદેશના સભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી વિકી છાબરા અને તેમની પત્નીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. બંનેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાની જાણકારી મળતા જ વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના તેમને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. ઘટના કાનપુરના ફઝલગંજની છે. પંજાબી એકેડમી ઉત્તર પ્રદેશના સભ્ય અને પૂર્વ રાજ્ય મંત્રી (સ્થિતિ) ભાજપના નેતા વિકી છાબરા અને તેમની પત્નીએ યુપીના કાનપુરમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. બંનેને ગંભીર હાલતમાં રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
વિધાનસભા સ્પીકર પણ ઘટના સ્થળે દોડી આવ્યા
માહિતી મળતાં જ વિધાનસભાના સ્પીકર સતીશ મહાના તેમને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. પારિવારિક વિવાદમાં બંનેએ આ પગલું ભર્યું હતું. આ ઘટના ફઝલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિકી છાબરા અને તેની પત્નીએ પારિવારિક વિવાદમાં જંતુનાશકનું સેવન કર્યું હતું. તેમની તબિયત બગડતાં બંનેને રિજન્સી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બીજી તરફ છાબરા અને તેમની પત્નીના આત્મહત્યાના પ્રયાસની માહિતી મળતાં જ તેમના સમર્થકો અને ભાજપના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા.
વિક્કીના પત્ની પરમિંદર કૌર અને ત્યાર બાદ વિક્કીએ ઉંઘની ગોળીઓ ખાઇ લીધી
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વિક્કીના પત્ની પરમિંદર કોરે મોટા પ્રમાણમાં ઉંઘની ગોળીઓ લઇ લીધી હતી. જ્યાર બાદ વિક્કીએ પણ તે પૈકીની કેટલીક ગોળીઓ ખાઇ લીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, નેતાજીના બે બાળકો પણ છે. જો કે ઘટના બાદ બંન્નેને રેજન્સી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વિક્કી છાબરા રાજ્યમંત્રી પણ રહી ચુક્યાં છે.
ADVERTISEMENT
ADVERTISEMENT