Breaking News: સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય
Petrol Diesel Price: રાજસ્થાનની ભાજપ સરકારે સામાન્ય માણસ અને સરકારી કર્મચારીઓને રાહત આપી છે. અહીં પેટ્રોલ અને ડીઝલ પરના VAT માં 2%નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલ 1.40 રૂપિયાથી 5.30 રૂપિયા સસ્તું થયું છે. તે જ સમયે, ડીઝલ 1.34 રૂપિયાથી 4.85 રૂપિયા સસ્તું થયું છે.
ADVERTISEMENT
Petrol Diesel Price: રાજસ્થાનની ભાજપ સરકારે સામાન્ય માણસ અને સરકારી કર્મચારીઓને રાહત આપી છે. અહીં પેટ્રોલ અને ડીઝલ પરના VAT માં 2%નો ઘટાડો કરવામાં આવ્યો છે. જેના કારણે પેટ્રોલ 1.40 રૂપિયાથી 5.30 રૂપિયા સસ્તું થયું છે. તે જ સમયે, ડીઝલ 1.34 રૂપિયાથી 4.85 રૂપિયા સસ્તું થયું છે. હાલમાં રાજસ્થાનમાં પેટ્રોલ પર 31 ટકા વેટ અને ડીઝલ પર 19 ટકા વેટ લાગે છે. પેટ્રોલિયમ પેદાશોના ઘટેલા ભાવ શુક્રવારે સવારે 6 વાગ્યાથી લાગુ થશે.
કર્મચારીઓના DAમાં બે ટકાનો વધારો
તે જ સમયે, રાજ્ય કર્મચારીઓના DA માં પણ 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજસ્થાનમાં કેબિનેટની બેઠક બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સામાન્ય લોકોને મોટી રાહત આપી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT