Vastu Tips: આ દિશામાં બેસી ક્યારેય ન કરતા ભોજન, ઘરમાંથી જતી રહેશે બરકત અને આવશે દરિદ્રતા!
Vastu Shastra Tips for Eating Food: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ સંબંધિત ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ દિશામાં શું કરવું અશુભ છે અને શું કરવું શુભ…
ADVERTISEMENT
Vastu Shastra Tips for Eating Food: વાસ્તુશાસ્ત્રમાં દિશાઓ સંબંધિત ઘણી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કઈ દિશામાં શું કરવું અશુભ છે અને શું કરવું શુભ છે તે પણ વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે વ્યક્તિ વાસ્તુશાસ્ત્રમાં દર્શાવેલ નિયમોનું પાલન કરે છે અને તેને પોતાના જીવનમાં અપનાવે છે તેઓને દરેક કામમાં સફળતા મળી શકે છે. ઘરમાં સુખ-સમૃદ્ધિનો લાભ પણ મળી શકે છે.
જમવાની સાચી દિશાનો કરાયો છે ઉલ્લેખ
જો કોઈ તેનાથી વિપરીત કરે તો વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વાસ્તુશાસ્ત્રમાં જમવાનું બનાવવાથી લઈને જમવા સુધીની સાચી દિશાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કઈ દિશામાં મોં રાખીને ભોજન કરવું યોગ્ય છે અને કઈ દિશા તરફ મોં રાખીને ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે?
આ દિશામાં ભૂલથી પણ જમવા ન બેસો
તમે જમવા બેસો ત્યારે મુખ (ફેસ) કઈ દિશામાં રાખો છો? જો તમારો જવાબ દક્ષિણ દિશા છે, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર, તમારી પદ્ધતિ બિલકુલ ખોટી છે. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. વ્યક્તિના સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે. આ સિવાય આયુષ્ય ઘટે છે અને વ્યક્તિને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને યમની દિશા કહેવામાં આવી છે.
ADVERTISEMENT
કઈ દિશામાં જમવા બેસવું?
વાસ્તુશાસ્ત્રમાં પૂર્વ કે ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે. તમે આ બે દિશાઓમાંથી કોઈપણ તરફ મોં રાખીને ભોજન કરી શકો છો. પૂર્વ અને ઉત્તર દિશાને ભગવાનનું સ્થાન માનવામાં આવે છે. આ દિશા તરફ મુખ રાખીને ભોજન કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. તેમજ માતા લક્ષ્મી અને માતા અન્નપૂર્ણાની અપાર કૃપા થાય છે.
જમવાની સાચી રીત કઈ છે?
વાસ્તુશાસ્ત્રમાં જમવાની સાચી રીતો પણ જણાવવામાં આવી છે. આ મુજબ વ્યક્તિએ ક્યારેય બૂટ અને ચપ્પલ પહેરીને જમવું ન જોઈએ. આ સિવાય તમે જે પલંગ પર સૂતા હોવ તે પલંગ પર ક્યારેય જમવા ન બેસો. જમીન પર આસન પાથરીને જમવા બેસવું જોઈએ.
ADVERTISEMENT
નોંધ- આ લેખ તમારી સામાન્ય જાણકારી માટે પ્રકાશિત કરવામાં આવ્યો છે. તેને સાચા હોવાની અમે પુષ્ટિ કરતા નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT