વંદેભારત ટ્રેનને ઉથલાવવાનો કારસો, PM મોદીની સભા પહેલા વાતાવરણ અશાંત કરવાનું કાવત્રું
Vande Bharat : તેને પીએમ મોદીની સભા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યાં પત્થર બિછાવવામાં આવ્યા હતા તે સવારે 9.55 વાગ્યે પહોંચ્યા.…
ADVERTISEMENT
Vande Bharat : તેને પીએમ મોદીની સભા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, કારણ કે જ્યાં પત્થર બિછાવવામાં આવ્યા હતા તે સવારે 9.55 વાગ્યે પહોંચ્યા. તેના થોડા જ સમય બાદ સાંવલિયાજીમાં વડાપ્રધાન મોદીની સભા શરૂ થવાની હતી.
ઉદયપુર-જયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવ્યું
રાજધાનીને જોડવા માટે રાજસ્થાનમાં ત્રીજા નંબર પર શરૂ થયેલી ઉદયપુર-જયપુર વંદે ભારત ટ્રેનની આજે મોટી દુર્ઘટના થતા બચી ગઇ. અહીં ઉદયપુરથી નિકળ્યા બાદ ચિતૌડગઢ જિલ્લામાં ગંગરાર સ્ટેશથી આગળ ચાલતા જ ટ્રેક પર કોઇ દ્વારા મોટા પત્થર બિછાવવામાં આવ્યા. ડ્રાઇવરની સુઝબુઝ રહી કે સમય બાકી હતો ત્યારે જ બ્રેક લગાવી દીધી હતી. જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. હવે સમગ્ર મામલે તપાસ રેલવે પોલીસ ફોર્સ ચિત્તૌડગઢ દ્વારા કરવામાં આવી રહી છે.
ઉદયપુર-જયપુર વચ્ચે 24 સપ્ટેમ્બરે શરૂ થઇ હતી વંદે ભારત એક્સપ્રેસ
ઉદયપુર-જયપુર વંદે ભારત ટ્રેન હાલ જ 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લીલી ઝંડી આપીને રવાના કરવામાં આી હતી. આ સાથે જ દેશની 9 વંદે ભારત ટ્રેનને ઝડપી આપવામાં આવી હતી. વંદે ભારત ટ્રેન મંગળવાર સિવાય અઠવાડીયામાં સવારે પોતાના નિશ્ચિત સમય પર નિકળતી અને બપોર સુધી જયપુર પહોંચે છે. જો કે આજે દુર્ઘટના થતા થતા રહી ગઇ હતી.
ADVERTISEMENT
ચિત્તોડગઢ નજીક ટ્રેનને ઉથલાવવા કાવત્રું
વંદેભારત ટ્રેન ઉદયપુરથી સવારે નિકળી અને ચિત્તોડગઢ જિલ્લામાં પહોંચી હતી. જિલ્લાના ગંગરાર સ્ટેશ આગળ પહોંચી અને સોનિયાના સ્ટેશન પહેલા ડ્રાઇવરે અચાનક બ્રેક મારી હતી. ડ્રાઇવર અને સ્ટાફ પાટા પર ઉતર્યા હતા. કારણ કે વંદે ભારત ટ્રેનના ડ્રાઇવરને ટ્રેક પર બિછાવાયેલા પત્થર દેખાયા હતા. 20 મીટરના અંતરે 3-4 સ્થળો પર પથ્થર બિછાયેલા હતા. પાટાને જોડવા માટે ખીલ્લા પણ ટ્રેક પણ રાખવામાં આવી હતી. કર્મચારીઓએ પથ્થરને હટાવ્યા તેના પરથી સ્પષ્ટ જ હતું કે વંદે ભારતને પાટા પરથી ઉતારવાનું ષડયંત્ર હતું.
ટ્રેનના સમય અને પીએમની સભાના સમય વચ્ચે ખુબ જ સામાન્ય સમયગાળો
ષડયંત્ર સામે આવ્યા બાદ ચર્ચાઓ થવા લાગી છે અને ચર્ચાઓમાં તેને સાંવલિયાજીમાં પીએમ નરેન્દ્ર મોદીની સભા સાથે જોડવામાં આવી રહ્યું છે. કારણ કે અહીં પથ્થર બિછાવાયા હતા. તે જગ્યાએ સવારે 09.55 વાગ્યે પહોંચી. તેના થોડા જ સમય બાદ સાંવલિયા જીમાં વડાપ્રધાન મોદીની સભા શરૂ થવાની હતી. મામલાને જોતા રેલવે પોલીસ ફોર્સ ચિત્તોડગઢ અને ભીલવાડા, બંન્ને મળીને મામલાનીત પાસ કરી રહી છે. બીજી તરફ રેલવે અધિકારીઓનું કહેવું છે કે, આ મામલા અંગે રેલવે પોલીસ તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT