VIDEO: હવે ટ્રેનમાં પણ લાલિયાવાડી!ભૂલથી પીરસવામાં આવ્યું નોન-વેજ ફૂડ, વૃદ્ધે વેઈટરને ઝીંકી થપ્પડ

ADVERTISEMENT

Vande Bharat Train
Vande Bharat Train
social share
google news

Vande Bharat Train: 26 જુલાઈના રોજ હાવડાથી રાંચી જતી વંદે ભારત ટ્રેનમાં એક વૃદ્ધ વ્યક્તિને શાકાહારી ખોરાકને બદલે નોન-વેજ ફૂડ પીરસવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વંદે ભારતમાં મુસાફરી કરી રહેલા એક વૃદ્ધ મુસાફરને આકસ્મિક રીતે નોન-વેજ ખોરાક પીરસવામાં આવ્યો હતો, પેસેન્જરે ખાવાનું ખાધા બાદ ખબર પડી કે તે ભોજન નોન-વેજ હતું. આ વાત પર વૃદ્ધ વ્યક્તિ ગુસ્સે થઈ ગયો અને તેણે ટ્રેનના વેઈટરને થપ્પડ મારી દીધી.

વંદે ભારતમાં ભૂલથી નોન-વેજ ફૂડ પીરસવામાં આવ્યું

ત્યાં હાજર કોઈએ ટ્રેનમાં આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરી દીધો, જે બાદ આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વંદે ભારત એક્સપ્રેસમાં થયેલી આ બેદરકારીને લઈને જોરદાર ચર્ચા કરી રહ્યા છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ મામલે ટ્રેનમાં ભારે હોબાળો થઈ રહ્યો છે અને કેટરિંગ સ્ટાફ વૃદ્ધ વ્યક્તિની માફી માંગવાની જીદ કરી રહ્યો છે. મુસાફરોનું કહેવું છે કે નોનવેજ પીરસવાની ભૂલ માટે તેમણે વેઈટરને થપ્પડ મારવી જોઈતી ન હતી પરંતુ તેની સાથે શાંતિથી વાત કરવી જોઈતી હતી. જ્યારે વૃદ્ધ લોકો તેમના વિચારોને વળગી રહે છે. જોકે, અંતે તે મુસાફરોના દબાણમાં વેઈટરની માફી માંગતો જોવા મળે છે.

ADVERTISEMENT

રેલ્વે તરફથી નિવેદન

આ સમગ્ર મામલે ઈસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે વૃદ્ધ વ્યક્તિને ભૂલથી માંસાહારી ભોજન પીરસવામાં આવ્યું હતું, પરંતુ તેણે તે ખાધું ન હતું. પેસેન્જરે તેને થપ્પડ મારતાં સહ-યાત્રીઓ નારાજ થઈ ગયા હતા અને બાદમાં મામલો શાંત પડ્યો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT