Vadodara Harni Lake Tragedy : બોટ ડુબી જવાના કારણે 8 વિદ્યાર્થીના મોત, કરૂણાંતિકાનો સતત વધતો આંકડો

ADVERTISEMENT

Harni lake Disaster
Harni lake Disaster
social share
google news

Students drowned in Vadodara’s Harani Lake : શહેરના (Vadodara) હરણીલેકમાં (Harni Lake) મોટી હોનારત સર્જાઇ છે. હરણીલેકમાં પ્રવાસમાં આવેલા (Students) 28 વિદ્યાર્થીઓ સાથેની બોટ પલટી ગઇ હતી. જેમાં 8 જેટલા વિદ્યાર્થીઓનાં મોત નિપજ્યાં હોવાની શક્યતા છે. આ ઉપરાંત 2 શિક્ષકો પણ ડુબ્યા હોવાની માહિતી મળી રહી છે. ખાનગી શાળાના બાળકો પ્રવાસ પર આવ્યા હતા.

Gujarat Boat Capsized: આ ઘટનાની માહિતી મળતાની સાથે જ ફાયર વિભાગ અને સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. તમામ બાળકોની શોધખોળ ચાલી રહી છે. આ ઉપરાંત બાળકોને હાલ સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. વડોદરાના હરણી તળાવમાં મોટી દુર્ઘટના સર્જાઇ છે. ન્યૂ સનરાઇઝ શાળાના (new sunrise school) વિદ્યાર્થીઓ સાથેની એક બોટ પલટી ગઇ હતી. કુલ 27 વિદ્યાર્થીઓ બોટ પર સવાર હતા. હાલ ફાયર વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે રેસક્યું ચલાવવામાં આવી રહ્યું છે.

જો કે મૃત્યુઆંક મોટો થાય તેવી શક્યતાઓ છે. હાલ તો તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવકામગીરીમાં લાગ્યું છે. બીજી તરફ શાળાના વિદ્યાર્થીઓ ડુબ્યા હોવાની માહિતી મળતાની સાથે જ શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ પણ તળાવ પર અને હોસ્પિટલ પર પહોંચ્યા હતા. ઘટના સ્થળે ભારે કરૂણાંતિકા ઘટી હોવાના કારણે ભારેગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે. કરૂણ કલ્પાંત જોવા મળી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT