1 લાખ રૂપિયા, 20 દિવસની રજા…ટનલમાંથી 17 દિવસ બાદ બહાર કાઢવામાં આવેલા શ્રમિકો પર મહેરબાન થયા CM ધામી

ADVERTISEMENT

gujarattak
social share
google news

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોને 17 દિવસ બાદ મંગળવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ શ્રમિકો ટનલનો એક ભાગ ધરાશાયી થયા બાદ 12 નવેમ્બરે ફસાયા હતા. ત્યારથી જ તેમને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું. આમાં ઘણી એજન્સીઓ સામેલ હતી. ઉત્તરાખંડના સીએમ પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે ટનલમાંથી બહાર કાઢવામાં આવેલા 41 શ્રમિકોમાંથી કોઈની હાલત ગંભીર નથી. દરેક વ્યક્તિ સ્વસ્થ છે.

કંપનીએ શ્રમિકોને આપી 15-20 દિવસની રજા

સીએમ ધામીએ કહ્યું કે, તમામ શ્રમિકો એકદમ સ્વસ્થ છે. તેઓ સ્ટ્રેચર પર આવવાને બદલે પાઈપમાંથી બહાર આવ્યા. શ્રમિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તેમનું મેડિકલ ચેકઅપ કરાશે. આ પછી શ્રમિકો તેમના ઘરે જઈ શકશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ કહ્યું કે, શ્રમિકો નેશનલ હાઈવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ માટે કામ કરી રહ્યા હતા. એજન્સીએ શ્રમિકોને 15-20 દિવસ માટે ઘરે જવાની છૂટ આપી છે.

ADVERTISEMENT

એક-એક લાખની અપાશે આર્થિક સહાય

તેમણે કહ્યું કે, સૌથી પહેલા યુવા શ્રમિકોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ એક પછી એક બાકીના શ્રમિકોને બહાર કાઢવામાં આવ્યા. બચાવ કામગીરી દરમિયાન સતત સહયોગ અને પ્રેરણા આપવા બદલ તેમણે પીએમ નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે તમામ 41 શ્રમિકોને 1-1 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે.

ADVERTISEMENT

“તમામ ટનલોનું કરાશે સેફ્ટી ઓડિટ”

સીએમ ધામીએ કહ્યું કે, બોખનાગ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવશે અને પહાડી રાજ્યમાં નિર્માણાધીન ટનલની સમીક્ષા કરવામાં આવશે. મુખ્યમંત્રી ધામીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે નિર્માણાધીન ટનલોનું સેફ્ટી ઓડિટ કરાવવાનો નિર્ણય લીધો છે.

ADVERTISEMENT

રેટ માઈનર્સનો માન્યો આભાર

પુષ્કર સિંહ ધામીએ છેલ્લા 10-12 મીટર ખોદકામ કરનારા રેટ માઈનર્સનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, મેન્યુઅલ ખોદકામ કરતા માઈનર્સે મહત્વની ભૂમિકા ભજવી. શ્રમિકોને બહાર આવવા માટે સૌથી ટૂંકા રસ્તાઓ વિશે આંતરરાષ્ટ્રીય નિષ્ણાતોની સલાહ લેવામાં આવી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT