કેબિનેટ મંત્રીના કાફલા પર હુમલો, લોકોએ દોડાવી દોડાવીને કપડા ફાડી નાખ્યા

ADVERTISEMENT

Attack on Minster
Attack on Minster
social share
google news

નવી દિલ્હી : ઉતરાખંડ કેબિનેટમંત્રી પ્રેમચંત અગ્રવાલ પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો છે. યુવકે સરકારી વાહન અટકાવીને બોલાચાલી કરી હતી. સમગ્ર ઘટનાક્રમમાં મંત્રીપ્રેમચંદ અગ્રવાલના કપડા પણ ફાટી ગયા હતા. યુવકે ઋષીકેશમાં નેશનલ હાઇવે પર જાહેરમાં મંત્રી પર હુમલો કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર કેબિનેટ મંત્રી પ્રેમચંદ અગ્રવાલ કોઇ કામથી ઋષીકેશમાંથી કાઢવામાં આવ્યા હતા. તેમના કાફલા દરમિયાન એક યુવકે મંત્રી અગ્રવાલની સરકારી ગાડી અટકાવી દીધી હતી.

મંત્રી સાથેની વાતચીત દરમિયાન યુવક આક્રામક
મંત્રી સાથેની વાતચીત દરમિયાન યુવક આક્રામક થઇ ગયો હતો. આરોપ છે કે, યુવકે મંત્રીની સાથે મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો. મંત્રી પર હુમલો કરનારા યુવકને સુરક્ષા કર્મચારીઓને મુશ્કેલીથી દબોચી લીધો છે. આરોપ છે કે, હુમલા દરમિયાન યુવકે સરકારી વાહન પર ઇંટ પણ ફેંકી હતી. આરોપી યુવકને પોલીસે કસ્ટડીમાં લીધા છે. જનસંપર્ક અધિકારી તાજેંદ્ર નેગીના અનુસાર યુવકે પહેલા વાતચીત કરી હતી. મંત્રી સાથે વાતચીત દરમિયાન યુવક આક્રમક થઇ ગયો હતો. આરોપ છે કે, ત્યાર બાદ યુવકે મંત્રીની સાથે ગાળાગાળી પણ કરી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT