Uttarakhand Bypolls Result 2024: અયોધ્યા બાદ બદ્રીનાથમાં ભાજપની હાર, મતદારોએ કેમ આપ્યો જાકારો?

ADVERTISEMENT

Uttarakhand Bypolls Result 2024
...હવે બદ્રીનાથમાં ભાજપ હાર્યું
social share
google news

Uttarakhand Bypolls Result 2024: લોકસભાની ચૂંટણીમાં અયોધ્યામાં હાર્યા બાદ ભાજપને વધુ એક ધાર્મિક શહેરમાં હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપને ઉત્તરાખંડની બદ્રીનાથ સીટ પરથી હારનો સામનો કરવો પડ્યો છે. બદ્રીનાથ ચારધામ હેઠળ આવે છે અને અહીં મોટા પાયે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે. તેમ છતાં બદ્રીનાઢમાં મળેલી હાર ભાજપ માટે મુશ્કેલીમાં વધારો કરશે. 

અયોધ્યામાં પણ ભાજપને મળી હતી હાર 

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં અયોધ્યામાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ભગવાન રામની જન્મભૂમિ પર ભાજપની હારની કોઈએ કલ્પના પણ નહોતી કરી. હવે આવી જ સ્થિતિ બદ્રીનાથમાં સર્જાઈ છે. આ પછી સવાલ એ ઉઠી રહ્યો છે કે શું ભાજપ સરકાર ધાર્મિક સ્થળોનો વિકાસ કરવા છતાં સ્થાનિક મતદારોને રીઝવવામાં નિષ્ફળ રહી છે? તમને જણાવી દઈએ કે અગાઉ પણ બદ્રીનાથ સીટ કોંગ્રેસની પાસે જ હતી. પરંતુ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર ભંડારી લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાઈ ગયા હતા. જેના કારણે આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની નોબત આવી હતી.

સ્થાનિકોએ કર્યો હતો ઉગ્ર વિરોધ

બદ્રીનાથમાં ભાજપની હાર બાદ સવાલ એ ઉઠી રહ્યો છે કે શું વિકાસ કામોને લઈને સ્થાનિક લોકો અને પૂજારીઓમાં અસંતોષ છે? થોડા મહિના પહેલા જ બદ્રીનાથમાં પૂજારીઓ અને સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. પંડા સમુદાય પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયો હતા. વિરોધ કરી રહેલા લોકોએ જણાવ્યું હતું કે અહીં વીઆઈપી દર્શનની સુવિધાને કારણે સામાન્ય દર્શનાર્થીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. અહીંના રહેવાસીઓ માંગ કરી રહ્યા હતા કે મંદિરમાં પહેલાની જેમ પ્રવેશની સુવિધા આપવામાં આવે. આ અંગે ભારે હોબાળો થયો હતો.

ADVERTISEMENT

માસ્ટર પ્લાનથી સ્થાનિક લોકોમાં ભારે નારાજગી

એવું કહેવામાં આવી રહ્યું છે કે ચારધામને લઈને કેન્દ્ર સરકારના માસ્ટર પ્લાનથી સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે બદ્રીનાથ માસ્ટર પ્લાનને લઈને સ્થાનિક સ્તરે કોઈ સ્ટડી કરવામાં આવી નથી. એ પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી કે આ નિર્માણ કાર્યોથી અહીં કેવા પ્રકારનું નુકસાન થઈ શકે છે.

    follow whatsapp

    ADVERTISEMENT