લો કરો વાત ! બનાસકાંઠા કલેકટરના નામે ફેક આઈડી બનાવી પૈસા માગતાં હરિયાણાનો ઠગ ઝડપાયો
ધનેશ પરમાર,બનાસકાંઠા: ભારતમાં ડિજિટલ યુગમાં અવનવી રીતે ઠગાઈ કરતા ઠગોની માયાજાળમાં બનાસકાંઠા કલેકટરને પણ ફસાવવાનો પ્રયત્ન થયો છે. જેમાં કલેકટરનું જ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી…
ADVERTISEMENT
ધનેશ પરમાર,બનાસકાંઠા: ભારતમાં ડિજિટલ યુગમાં અવનવી રીતે ઠગાઈ કરતા ઠગોની માયાજાળમાં બનાસકાંઠા કલેકટરને પણ ફસાવવાનો પ્રયત્ન થયો છે. જેમાં કલેકટરનું જ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરતો તેમજ લોકો સાથે ચેટ કરતા શખ્સને ફરિયાદ બાદ જિલ્લા એલસીબીની ટીમે છેક હરિયાણાથી ઝડપી લીધો હતો. પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે કે આ ઠગે ઉત્તરાખંડના મહિલા અધિકારીના નામનું પણ ફેક એકાઉન્ટ પણ ચલાવ્યું હતું.
IAS નેહા મીણા નામનું પણ ખોટું એકાઉન્ટ ચલાવતો હતો
આ સાઇબર ક્રાઈમની એક ઘટના પર નજર કરીએ તો જિલ્લા કલેકટર વરૂણ બરનવાલના નામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી નાણાંની માંગણી કરવામાં આવતી હોવાની તેમજ લોકો સાથે ચેટ કરવામાં આવતી હોવાની જાણ થતાં એલસીબીની ટીમે તપાસ હાથ ધરી હતી. જેમાં હરિયાણાના ફતેહાબાદ તાલુકાના શિવકુમાર તુલસીરામ વિશ્નોઇ (ઉ.વ.26)ને મંગળવારે ઝડપી લીધો હતો.આ શખ્સ 2016ની બેચના ઉત્તરાખંડ કેડરના IAS ઓફિસર નેહા મીણાના નામનું પણ ફેક એકાઉન્ટ ચલાવતો હોવાનું સામે આવ્યું છે. હરિયાણાના ફતેહાબાદ તાલુકાનો શિવકુમાર તુલસીરામ વિશ્નોઇ કલેકટરના નામે ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી વ્યક્તિઓ પાસે પૈસા પડાવવાની વૃત્તિથી ચેટ કરતો હતો અને મહિલાઓ સાથે અશોભનીય પ્રકારની ચેટ પણ કરતો હતો. જેણે એકાઉન્ટ દ્વારા એક વ્યકિતને નોકરીની ભલામણ કરતાં ભાંડો ફૂટ્યો હતો.
આફ્રિકામાં ભરૂચના 3 યુવાનો પર ફાયરિંગઃ ઘટના CCTVમાં કેદ, લૂંટના ઈરાદે હુમલાની સંભાવના
જિલ્લા કલેકટર વરુણ બેનીવાલની ધ્યાને આવતાં ફાંડો ફૂટ્યો
જોકે પોતાના નામનું ફેક એકાઉન્ટ ચાલતું હોવાનું માલુમ પડતાં કલેકટર દ્વારા કાર્યવાહી કરાઈ હતી. તેઓએ સ્પષ્ટતા પણ કરી હતી કે, મારા નામે કોઈ પૈસાની માંગણી કરે તો પોલીસનો સંપર્ક કરવો. આમ, તે બાદ સક્રિય થયેલી પોલીસે આરોપીને હરિયાણાથી ઝડપ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT