અમેરિકાનો ભારતીય નાગરિક પર ગંભીર આરોપ, ખાલિસ્તાની આતંકી પન્નૂની હત્યાના ષડયંત્ર માટે જવાબદાર બતાવ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Indian Citizen in US: અમેરિકામાં બુધવારે (29 નવેમ્બર) ફેડરલ પ્રોસિક્યુટર્સે એક ભારતીય પર અમેરિકન ધરતી પર એક શીખ અલગતાવાદીની હત્યાનું નિષ્ફળ ષડયંત્ર રચવાનો આરોપ મૂક્યો. ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, ન્યૂયોર્કના સધર્ન ડિસ્ટ્રિક્ટના યુએસ એટર્ની મેથ્યુ જી. ઓલસને કહ્યું કે 52 વર્ષીય નિખિલ ગુપ્તા પર સોપારી આપીને હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાં મહત્તમ 10 વર્ષની જેલની સજા છે. સાથે જ સોપારી આપીને હત્યાનું ષડયંત્ર રચવાના આરોપમાં મહત્તમ 10 વર્ષની જેલની સજાની જોગવાઈ પણ છે.

ભારતીય નાગરિક પર કયા આરોપ લાગ્યા?

અમેરિકી અધિકારીઓએ જણાવ્યું કે, ગુપ્તાએ ન્યૂયોર્ક સિટીમાં રહેતા એક શીખ અલગતાવાદી નેતાની હત્યા માટે હત્યારાને એક લાખ અમેરિકી ડોલર ચૂકવવાનું સ્વીકાર્યું છે. આરોપો અનુસાર, “9 જૂન, 2023 ના રોજ અથવા તેની આસપાસ, ગુપ્તાએ હત્યાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જે માટે એડવાન્સ પેમેન્ટ તરીકે તેણે એક સહયોગી માટે ન્યૂ યોર્કના મેનહટનમાં હત્યારાને 15 હજાર યુએસ ડોલર રોકડ આપવાની વ્યવસ્થા પણ કરી હતી.”

ગુરપતવંત સિંહ પન્નુ શા માટે ચર્ચામાં?

જોકે કેસમાં યુએસ નાગરિકનું નામ નથી, પરંતુ ફાઇનાન્સિયલ ટાઇમ્સે ગયા અઠવાડિયે અનામી સ્ત્રોતોને ટાંકીને એક ખબર પ્રકાશિત કરી, જેમાં તેઓએ યુએસ સત્તાવાળાઓ દ્વારા પ્રતિબંધિત ‘શીખ ફોર જસ્ટિસ’ સંસ્થાના ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું નિષ્ફળ કરવાની વાત કરી હતી. આ સાથે, સમાચારમાં હત્યાના કાવતરામાં સંડોવણીની શંકાને લઈને ભારત સરકારને ચેતવણી પણ આપવામાં આવી હતી.

ADVERTISEMENT

ન્યૂ યોર્કના દક્ષિણી જિલ્લાના યુનાઈટેડ સ્ટેટ્સ એટર્ની ડેમિયન વિલિયમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આરોપીઓએ અહીં ન્યૂયોર્ક સિટીમાં ભારતના એક ભારતીય-અમેરિકન નાગરિકની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેણે સાર્વજનિક રૂપથી ભારતમાં શિખો માટે એક અલગ રાજ્યની સ્થાપનાની હિમાયત કરી હતી.

‘અમેરિકન નાગરિકોની હત્યાના પ્રયાસોને સહન નહીં કરીએ’

વિલિયમ્સે એમ પણ કહ્યું કે તેની ઓફિસ અને કાયદા અમલીકરણ ભાગીદારોએ આ ઘાતક અને અપમાનજનક ધમકીને બેઅસર કરી દીધી. “અમે અમેરિકન ધરતી પર અમેરિકન નાગરિકોની હત્યાના પ્રયાસોને સહન કરીશું નહીં અને અહીં કે વિદેશમાં અમેરિકનોને નુકસાન પહોંચાડવા અને મૌન કરવાનો પ્રયાસ કરનાર કોઈપણની તપાસ કરવા, નિષ્ફળ કરવા અને કાર્યવાહી કરવા તૈયાર છીએ.”

ADVERTISEMENT

ભારતે આરોપોની તપાસ માટે સમિતિની રચના કરી

બુધવારે, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું હતું કે. યુએસ પક્ષે સંગઠિત ગુનેગારો, બંદૂક ચલાવનારાઓ અને આતંકવાદીઓ વચ્ચેના જોડાણથી સંબંધિત કેટલાક ઇનપુટ્સ શેર કર્યા છે અને ભારત આવા ઇનપુટ્સને ગંભીરતાથી લે છે કારણ કે તે આપણા રાષ્ટ્રીય સુરક્ષા હિતોને પણ અસર કરે છે. અને સંબંધિત વિભાગો તપાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતે આ કેસના તમામ સંબંધિત પાસાઓની તપાસ માટે 18 નવેમ્બરે એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરી હતી. જો નિખિલ ગુપ્તા દોષિત જાહેર થાય તો તેને 20 વર્ષની જેલની સજા થઈ શકે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT