અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સ્ટેજ પર ગોથું ખાઈ ગયા, તબિયતને લઈ વ્હાઈટ હાઉસે આપ્યું નિવેદન
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન યુએસ એરફોર્સ એકેડમીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે ગુરુવારે કોલોરાડો પહોંચ્યા હતા. જ્યાં સ્ટેજ પર જ તે પડી ગયા…
ADVERTISEMENT
નવી દિલ્હી: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન યુએસ એરફોર્સ એકેડમીના પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે ગુરુવારે કોલોરાડો પહોંચ્યા હતા. જ્યાં સ્ટેજ પર જ તે પડી ગયા હતા. જોકે બાઈડેનને વધારે ઈજા થઈ નથી.વ્હાઈટ હાઉસ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે બાઈડેન ઠીક છે.
80 વર્ષીય બાઈડેન કોલોરાડોમાં આ કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તે પછી સ્નાતકો સાથે હાથ મિલાવવા આગળ વધતાં તે સ્ટેજ પર મૂકેલા પોડિયમ પાસે પડી ગયા હતા. આ બાઈડેનને નજીકમાં ઉભેલા સિક્રેટ સર્વિસ અને એરફોર્સના અધિકારીઓએ તરત જ હેન્ડલ કર્યા અને તેમને પાછળ ઊભા રહેવામાં મદદ કરી, જો કે, આ પછી બાઈડેન કોઈપણ ટેકા વિના ચાલતા જોવા મળ્યા. તેમણે બાકીના કાર્યક્રમમાં ભાગ લીધો અને ઉભા થઈને લોકોનું અભિવાદન કર્યું.
બાઈડેન પોતાનું સંબોધન આપીને આગળ વધી રહ્યા હતા. તે ત્યાં રાખવામાં આવેલી એક કાળી રેતીની થેલી સાથે અથડાઈ ગયા હતા. આ રેતીની થેલી તેના ટેલિપ્રોમ્પ્ટરને હેન્ડલ કરવા માટે રાખવામાં આવી હતી. બિડેને ઉભા થયા પછી રેતીની થેલી તરફ ઈશારો પણ કર્યો. વ્હાઇટ હાઉસના કોમ્યુનિકેશન ડાયરેક્ટર બેન લેબોલ્ટે આ ઘટનાનો વીડિયો ટ્વીટ કર્યો અને લખ્યું, “તે ઠીક છે.” જ્યારે તે હાથ મિલાવી રહ્યા હતા ત્યારે તે સ્ટેજ પર રાખવામાં આવેલી રેતીની થેલી સાથે અથડાઈ ગયા હતા.
ADVERTISEMENT
બાઈડેન સંપૂર્ણપણે સ્વસ્થ
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જીન પિયરે પણ કહ્યું કે બાઈડેન સંપૂર્ણપણે સ્વસ્થ છે. વ્હાઇટ હાઉસ પરત ફરતી વખતે, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે કેવી રીતે પડ્યા, તો બાઈડેને કહ્યું કે તે રેતીની થેલી સાથે અથડાઈ ગયા.
ADVERTISEMENT