હવે દરિયામાં જંગ! USએ હુતી વિદ્રોહિઓના હુમલાને નિષ્ફળ કર્યો, ડ્રોન અને મિસાઈલોને તોડી પાડી

ADVERTISEMENT

gujarattak
social share
google news

US On Huthi Attack: યુએસ આર્મીએ રેડ સીમાં સ્થિત હુતી બળવાખોરો દ્વારા ચલાવવામાં આવતા એક ડઝનથી વધુ ડ્રોન અને ઘણી મિસાઇલોને તોડી પાડી છે. પેન્ટાગોને મંગળવારે (26 ડિસેમ્બર) આ માહિતી આપી હતી. જો કે, આ હુમલા દરમિયાન હુતી જહાજોને કોઈ નુકસાન થયું ન હતું કે કોઈને ઈજા થઈ ન હતી. AFPના અહેવાલ મુજબ, પેન્ટાગોનની સેન્ટ્રલ કમાન્ડે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે 10 કલાકના ઓપરેશન દરમિયાન 12 ડ્રોન, 3 એન્ટિ-શિપ બેલેસ્ટિક મિસાઇલો અને બે જમીનથી જમીન પર હુમલો કરનાર મિસાઇલોને તોડી પાડવામાં આવી હતી.

હુતી બળવાખોરોએ ગાઝાના સમર્થનમાં રેડ સીમાં એક જહાજ પર મિસાઈલ વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન તેણે એક નિવેદન જારી કરીને કહ્યું કે, તેણે ગાઝાના સમર્થનમાં કોમર્શિયલ જહાજોને નિશાન બનાવવા માટે ઓપરેશન શરૂ કર્યું છે. આ પછી તેણે ગુજરાતમાં આવતા જહાજ સહિત અનેક કોમર્શિયલ જહાજોને નિશાન બનાવ્યા. 7 ઓક્ટોબરે શરૂ થયેલા ઈઝરાયેલ-હમાસ યુદ્ધ બાદ હુતીઓએ આ હુમલાઓ શરૂ કર્યા હતા. હુતી બળવાખોરોનું કહેવું છે કે, તેઓ ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના આક્રમણને રોકવા માટે ઈઝરાયેલ અને તેમને ટેકો આપતા કોઈપણ જહાજને નિશાન બનાવશે.

ઈઝરાયેલની સેનાએ હુમલાને નિષ્ફળ બનાવ્યો

અગાઉ મંગળવારે, યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ (યુકેએમટીઓ) એ કહ્યું હતું કે, યમનના પશ્ચિમ કિનારે હોડેદા બંદર નજીક વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. આ દરમિયાન ઘણી મિસાઇલો જોવા મળી હતી.બ્રિટિશ મેરીટાઇમ ઓથોરિટીના જણાવ્યા અનુસાર મંગળવારે અન્ય બે વિસ્ફોટ થયા હતા, જે હોડેદા નજીક એક જહાજ પાસે થયા હતા.

ADVERTISEMENT

ઇજિપ્તના રાજ્ય મીડિયાએ જણાવ્યું હતું કે મંગળવારે ઇજિપ્તના સિનાઇ દ્વીપકલ્પના દરિયાકિનારે વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે એરફોર્સના ફાઈટર જેટે રેડ સી વિસ્તારમાં દુશ્મન પક્ષ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલાને નિષ્ફળ બનાવ્યો છે. આ તમામ હુમલા ઇઝરાયેલની સીમા તરફ કરવામાં આવી રહ્યા હતા.

હુતી વિદ્રોહીઓએ 100 થી વધુ ડ્રોન હુમલા કર્યા

પેન્ટાગોન અનુસાર, હુતી બળવાખોરોએ અત્યાર સુધીમાં કુલ 100 થી વધુ ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા છે, જેમાં 35 થી વધુ વિવિધ દેશોના 10 વેપારી જહાજોને નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓ વાણિજ્યિક દરિયાઈ માર્ગ માટે ખતરો ઉભો કરી રહ્યા છે, જેના દ્વારા 12 ટકા વૈશ્વિક વેપાર માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT