મુંબઈ આતંકી હુમલાના 15 વર્ષ બાદ ભારતને મોટી સફળતા, આરોપી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણને US કોર્ટની મંજૂરી
નવી દિલ્હી: કેલિફોર્નિયા સ્થિત યુએસ કોર્ટે 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. 10 જૂન, 2020 ના રોજ, ભારતે…
ADVERTISEMENT
નવી દિલ્હી: કેલિફોર્નિયા સ્થિત યુએસ કોર્ટે 2008ના મુંબઈ આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાને ભારતને પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે. 10 જૂન, 2020 ના રોજ, ભારતે પ્રત્યાર્પણના દૃષ્ટિકોણથી 62 વર્ષીય રાણાની અસ્થાયી ધરપકડની માંગ કરતા ફરિયાદ નોંધાવી હતી. બાઈડેન પ્રશાસને રાણાના ભારતમાં પ્રત્યાર્પણને સમર્થન આપ્યું અને મંજૂરી આપી હતી.
જજે પોતાના આદેશમાં શું કહ્યું?
કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ની જિલ્લા કોર્ટના ન્યાયાધીશ જેક્વેલિન ચુલજિયાને 16 મેના રોજ 48 પાનાના આદેશમાં જણાવ્યું હતું કે, કોર્ટે વિનંતીના સમર્થન અને વિરોધમાં રજૂ કરાયેલા તમામ દસ્તાવેજોની સમીક્ષા કરી છે અને સુનાવણીમાં રજૂ કરાયેલી દલીલો પર વિચાર કર્યો છે. ન્યાયાધીશે કહ્યું કે, અદાલતે તારણ કાઢ્યું છે કે 62 વર્ષીય રાણા એ ગુનાઓ માટે પ્રત્યાર્પણને પાત્ર છે જેમાં તેના પ્રત્યાર્પણની વિનંતી કરવામાં આવી હતી.
NIA કરી રહી છે રાણાની તપાસ
26 નવેમ્બર 2008ના મુંબઈ આતંકી હુમલામાં તેની ભૂમિકા માટે ભારતે તેના પ્રત્યાર્પણની વિનંતી કર્યા પછી રાણાની યુએસમાં ધરપકડ કરવામાં આવી હતી. NIAએ કહ્યું છે કે, રાજદ્વારી માધ્યમો દ્વારા તેને ભારત લાવવાની કાર્યવાહી શરૂ કરવા માટે તૈયાર છે. NIA દ્વારા પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
રાણાએ કરી હતી આતંકીઓને મદદ
કોર્ટની સુનાવણી દરમિયાન, યુએસ સરકારના વકીલોએ દલીલ કરી હતી કે રાણા જાણતો હતો કે તેનો બાળપણનો મિત્ર, પાકિસ્તાની-અમેરિકન ડેવિડ કોલમેન હેડલી, લશ્કર-એ-તૈયબામાં સામેલ હતો અને આ રીતે હેડલીની મદદ કરીને અને તેની પ્રવૃત્તિઓ માટે તેને બચાવવા તેના આતંકવાદી સંગઠન અને તેના સહયોગીઓની મદદ કરી.
આતંકી હુમલામાં 166 લોકોના થયા હતા મોત
બીજી તરફ રાણાના વકીલે પ્રત્યાર્પણનો વિરોધ કર્યો હતો. મુંબઈ આતંકી હુમલામાં છ અમેરિકન સહિત કુલ 166 લોકો માર્યા ગયા હતા. આ હુમલો 10 પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. મુંબઈમાં પ્રતિષ્ઠિત અને મહત્વપૂર્ણ સ્થળો પર 60 કલાકથી વધુ સમય સુધી આ હુમલાઓ ચાલુ રહ્યા હતા.
ADVERTISEMENT
ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ છે. ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે રાણાનું ભારતમાં પ્રત્યાર્પણ સંપૂર્ણપણે સંધિના અધિકારક્ષેત્રમાં હતું. આ હુમલાઓમાં આતંકવાદી અજમલ કસાબ જીવતો પકડાયો હતો, જેને ભારતમાં 21 નવેમ્બર 2012ના રોજ ફાંસી આપવામાં આવી હતી. હુમલા દરમિયાન ભારતીય સુરક્ષા દળોએ બાકીના આતંકવાદીઓને ઠાર માર્યા હતા.
ADVERTISEMENT
ADVERTISEMENT