સનાતન પર ભારતમાં વિવાદ વચ્ચે અમેરિકાના શહેરમાં 3 સપ્ટેમ્બરને ‘સનાતન ધર્મ દિવસ’ જાહેર કરાયો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Sanatana Dharma Row: તમિલનાડુના સીએમ એમ.કે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિએ સનાતન પર આપેલા નિવેદન બાદ ભારતમાં હંગામો મચી ગયો છે. દરમિયાન અમેરિકાના એક શહેરે 3 સપ્ટેમ્બરને ‘સનાતન ધર્મ દિવસ’ તરીકે જાહેર કર્યો છે. અમેરિકાના લુઇસવિલે (કેન્ટુકી) શહેરના મેયરે 3જી સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો છે.

લુઇસવિલેના હિંદુ મંદિરમાં મહાકુંભ અભિષેકમ ઉત્સવ દરમિયાન, મેયર ક્રેગ ગ્રીનબર્ગ તરફથી ડેપ્યુટી મેયર બાર્બરા સેક્સટન સ્મિથે સત્તાવાર રીતે 3 સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ તરીકે જાહેર કર્યો.

આ કાર્યક્રમમાં પરમાર્થ નિકેતન ઋષિકેશના અધ્યક્ષ પરમપૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતી, શ્રી શ્રી રવિશંકર અને સાધ્વી ભગવતી સરસ્વતી, લેફ્ટનન્ટ ગવર્નર જેકલીન કોલમેન, ઉપ પ્રમુખ સ્ટાફ કીશા ડોર્સી અને અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી.

ADVERTISEMENT

ઉધયનિધિએ સનાતનને ડેન્ગ્યુ અને મેલેરિયા કહ્યો

તામિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિને તાજેતરમાં સનાતન નિર્મૂલન પરિષદમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, માત્ર સનાતનનો વિરોધ ન કરવો જોઈએ. તેના બદલે તેને નાબૂદ કરી દેવો જોઈએ. સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતા વિરુદ્ધ છે. કેટલીક બાબતોનો વિરોધ કરી શકાતો નથી, તેને નાબૂદ કરી દેવી જોઈએ. આપણે ડેન્ગ્યુ, મચ્છર, મેલેરિયા કે કોરોનાનો વિરોધ કરી શકતા નથી. આપણે તેને ભૂંસી નાખવાનું છે. એ જ રીતે આપણે સનાતનનો પણ નાશ કરવો છે.

તેમણે કહ્યું, “સનાતન શું છે?” આ શબ્દ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે. સનાતન સમાનતા અને સામાજિક ન્યાયની વિરુદ્ધ હોવા સિવાય બીજું કંઈ નથી. સનાતનનો અર્થ શું છે? તે શાશ્વત છે, જેને બદલી શકાતું નથી, કોઈ પ્રશ્ન કરી શકતું નથી, અને તેનો અર્થ આ જ છે. તેમણે આરોપ લગાવ્યો કે સનાતન લોકોને જાતિના આધારે વિભાજિત કરે છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT