સાવધાન! અમેરિકામાં ભારતની આ દવાથી જીવલેણ સંક્રમણ ફેલાયું, 3નાં મોત, 8 લોકોએ દ્રષ્ટિ ગુમાવી
નવી દિલ્હી: ભારતમાં ઉત્પાદિત આઈડ્રોપ્સ અમેરિકામાં મુશ્કેલીનું કારણ બની ગઈ છે. આ આઈડ્રોપના ઉપયોગથી અમેરિકામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો…
ADVERTISEMENT
નવી દિલ્હી: ભારતમાં ઉત્પાદિત આઈડ્રોપ્સ અમેરિકામાં મુશ્કેલીનું કારણ બની ગઈ છે. આ આઈડ્રોપના ઉપયોગથી અમેરિકામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે આઠ લોકો અંધ બની ગયા છે. તેને જોતા હવે યુએસના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને આઇ ડ્રોપ્સની આયાત પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
આઈ ડ્રોપના કારણે 3 અમેરિકનના મોત
ભારતમાં ઉત્પાદિત આ આઇ ડ્રોપને કારણે અમેરિકામાં અત્યાર સુધીમાં ત્રણ મોત થયા છે. જ્યારે આઠ કેસમાં લોકો અંધ બન્યા છે અને એક ડઝન લોકો પણ તેનાથી અસરગ્રસ્ત થયા છે. અમેરિકાના સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) એ ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે તેનાથી વાઈરલ ઈન્ફેક્શન ફેલાવાનો ભય હતો, કારણ કે તે એક વ્યક્તિથી બીજામાં ફેલાઈ રહ્યું હતું.
ADVERTISEMENT
ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે બનાવી છે આઈ ડ્રોપ
જ્યારે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને સ્વીકાર્યું છે કે, તેમણે ઉપયોગ કરતા પહેલા ફેક્ટરીની મુલાકાત લીધી ન હતી, જે ભારતમાં સ્થિત છે. જો કે, મામલો પ્રકાશમાં આવ્યા પછી, ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને પ્લાન્ટની મુલાકાત લીધી, જે ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા સંચાલિત છે.
ન્યૂયોર્કની ડેલસમ ફાર્માએ કર્યું હતું આઈ ડ્રોપનું વિતરણ
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનએ જણાવ્યું હતું કે, અસરગ્રસ્ત લૉટનું ઉત્પાદન ચેન્નઈ સ્થિત ગ્લોબલ ફાર્મા હેલ્થકેર દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે તેનું યુએસ માર્કેટમાં ન્યૂયોર્ક સ્થિત ડેલસમ ફાર્મા દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
આઈ ડ્રોપની 50 હજાર ટ્યુબ પાછી મોકલાઈ
જ્યારે ભારતની ગ્લોબલ ફાર્મા હેલ્થકેરે યુએસ માર્કેટમાંથી આંખની દવાની 50,000 ટ્યુબને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પરત મંગાવી છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) એ આ માહિતી આપી છે. તમને જણાવી દઈએ કે, યુએસ ફૂડ અને ડ્રગ એડમિનિસ્ટ્રેશને ભૂતકાળમાં પણ ચીન અને ભારત દ્વારા બનાવવામાં આવતી દવાઓ અંગે બેદરકારી દાખવવા બદલ ટીકાનો સામનો કરી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ભારત અને ચીન એવા બે દેશ છે, જ્યાં સૌથી વધુ માત્રામાં દવાઓનું ઉત્પાદન થાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT