UPSC મેઈન્સનું પરિણામ જાહેરઃ આવી રીતે જાણી શકાશે રિઝલ્ટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ UPSC Mains Result 2022, યુનિયન પબ્લીક સર્વિસ કમિશન (યુપીએસસી)એ મેઈન્સ 2022નું પરિણામ જાહેર કર્યું છે. યુપીએસસીની ઓફિશ્યલ સાઈટ પરથી આમ તો તેનું પરિણામ હવે મેળવી શકાય છે જે upsc.gov.in અથવા તો upsconline.nic.in પર મળી જશે. પરંતુ જો આપ તેની ડાયરેક્ટ લીંક પણ ઈચ્છતા હોવ તો તે પણ અહીં દર્શાવાઈ છે.

ડાયરેક્ટ ક્લીક પર મેળવો પરિણામની પીડીએફ
અહીં ક્લિક કરો અને મેળવો સીધું પરિણામ (UPSC result 2022 PDF). ઉલ્લેખનીય છે કે યુપીએસસી 2022 દ્વારા કુલ 861 જગ્યા ભરાશે. જેમાંથી 34 જગ્યાઓ પીડબ્લ્યુડીબી કેટેગરી માટે અનામત છે. રિઝલ્ટ જાહેર થયા પછી વિગતવાર એપ્લીકેશન ફોર્મ ટૂ ભરાશે અને પછી ઈન્ટરવ્યૂ રાઉન્ડ શરૂ થશે. યુપીએસસી દ્વારા ગત 16, 17, 18, 24, અને 25 સપ્ટેમ્બરે દેશભરમાં યુપીએસસી મેઈન્સની એક્ઝામ લેવામાં આવી હતી. જોકે અહીં આપને અમે ડાયરેક્ટ પીડીએફ મળી રહે તે પ્રકારે ડાયરેક્ટ લીંક આપી છે પરંતુ છતા આપ જો ઓફીશ્યલ વેબસાઈટ પરથી પરિણામ જોવા માગતા હોવ તો તેની વિધિ પણ આપને અહીં જણાવી દઈએ.

રોલ નંબરના આધારે આ પ્રમાણે મેળવો પરિણામ
આપે સર્વ પ્રથમ પોતાના ઈન્ટરનેટ બ્રાઉઝરમાં upsc.gov.in વેબસાઈટ ખોલવાની છે. હોમ પેજ પર, યુપીએસસી મેઈન્સ 2022ના પરિણામની પીડીએફ લિંક મળી જશે તેના પર ક્લિક કરો અને તેમાં તમારા રોલ નંબર પ્રમાણે આપ આગળની કાર્યવાહી જાણી શકશો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT