ગુજરાત તોફાનો પર બનેલી BBC ની ડોક્યુમેન્ટ્રી મુદ્દે બ્રિટનમાં પણ હોબાળો, ઋષી સુનકે સાંસદની ઝાટકણી કાઢી
Rishi Sunak On BBC Documentary: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2002 માં થયેલા ગુજરાત તોફાનો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ બ્રિટનમાં હોબાળો મચાવ્યો છે. જેના મુદ્દે ભારે…
ADVERTISEMENT
Rishi Sunak On BBC Documentary: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ષ 2002 માં થયેલા ગુજરાત તોફાનો પર બનેલી બીબીસીની ડોક્યુમેન્ટ્રીએ બ્રિટનમાં હોબાળો મચાવ્યો છે. જેના મુદ્દે ભારે વિવાદ પણ થઇ રહ્યો છે. હવે આ વિવાદ બ્રિટનની સંસદમાં પણ પહોંચી ચુક્યો છે. પાકિસ્તાન મુળના સાંસદ ઇમરાન હુસૈને આ મુદ્દો સંસદમાં ઉઠાવ્યો તો બ્રિટિશ પીએમ ઋષી સુનકે તેની ઝાટકણી કાઢી હતી.
બ્રિટિશ પીએમ ઋષી સુનકે સાંસદની ઝાટકણી કાઢી
બ્રિટિશ પીએમ ઋષી સુનકે ભારતીય વડાપ્રધાન મોદીના સમર્થનમાં બોલતા પોતાના સંસદમાં કહ્યું કે, તેઓ આ ડોક્યુમેન્ટ્રીમાં તેમના કેરેક્ટરાઇઝેશન સાથે સંમત નથી. સુનકે પોતાની વાત કરતા કહ્યું કે, આ મુદ્દે યુકે સરકારની સ્થિતિ સ્પષ્ટ છે. જે સ્ટેન્ડ લાંબા સમયથી તે બદલ્યું નથી. સુનકે આગળ કહ્યું કે, નિશ્ચિત રીતે અમે ઉત્પીડનને સહન નથી કરતા, પછી તે ગમે ક્યાંય પણ હોય, પરંતુ હું તે ચરિત્ર ચિત્રણથી બિલકુલ સંમત નથી, જે નરેન્દ્ર મોદી અંગે કહેવાયું છે.
2002 ના ગુજરાત તોફાનો અંગે ડોક્યુમેન્ટ્રી બનાવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રિટનની એક સંસ્થા બીબીસીએ વર્ષ 2002 ના ગુજરાત તોફાનો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળ પર નિશાન સાધતા 2 પાર્ટમાં એક સિરિઝ દેખાડી હતી. જેના મુદ્દે બ્રિટનમાં ભારતવંશિઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી અને પછી ડોક્યુમેન્ટ્રીના કેટલાક મહત્વના પ્લેટફોર્મ પરથી હટાવી દીધા હતા. ભારતીય મુળના બ્રિટિશ નાગરિકોએ આ ડોક્યુમેન્ટ્રીની નિંદા કરી તો બીજી તરફ બ્રિટનના મુળ નાગરિક લોર્ડ રામી રેંજરે કહ્યું કે, બીબીસીના કારણે એક અબજ કરતા વધારે ભારતીયોની ભાવનાને ઠેસ પહોંચે છે.
ADVERTISEMENT
બ્રિટને પણ બીબીસીના રિપોર્ટિંગની નિંદા કરી હતી
બીબીસી રિપોર્ટિંગની નિંદા કરતા રામી રેંજરે એક ટ્વીટ પણ કર્યું જેમાં તેમણે લખ્યું કે, બીબીસી ન્યૂઝ તમારા એક અબજથી વધારે ભારતીયોને ખુબ જ દુખ પહોંચાડ્યું છે. આ લોકશાહીક રીતે પસંદગી પામેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભારતીય પોલીસ અને ન્યાયપાલિકાનું અપમાન છે. અમે તોફાનો અને જાનમાલના નુકસાનની નિંદા કરે છે અને સાથે જ તમારા પક્ષપાતના રિપોર્ટિંગની નિંદા કરે છે. આ ઉપરાંત ભારતીય વિદેશ મંત્રાલયે પણ બીબીસીના આ રિપોર્ટ અંગે પ્રતિક્રિયા આપી હતી.
વિદેશ મંત્રાલય દ્વારા પણઆ ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કરવામાં આવ્યો
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, બ્રિટનમાં ડોક્યુમેન્ટ્રીના નામે જેદેખાડવામાં આવ્યું તે એક પ્રોપોગેંડાનો હિસ્સો છે. જેમાં કંઇ પણ સત્ય નથી. તેમણે કહ્યું કે, ધ્યાન આપો કે તેને ભારતમાં પ્રદર્શીત નથી કરવામાં આવ્યું. તેમણે કહ્યું કે, આ ફિલ્મ કે ડોક્યુમેન્ટ્રી તે એજન્સી/વ્યક્તિઓનું એક પ્રતિબિંબ છે. જે આ કહાનીને ફરીથી ફેલાવી રહ્યા છે. આ અમને આ કવાયતમાં ઉદ્દેશ્ય અને તેની પાછળના એજન્ડા અંગે વિચારવા અંગે મજબુર કરે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT