ઝૂંપડી બહાર સૂતેલા પરિવાર પર રેલી ભરેલી ટ્રક પલટી, જમાઈ-પુત્રી સહિત 8નાં મોત, એક બાળકી બચી
UP Road Accident: ઉત્તર પ્રદેશના હરદોઈમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. રાત્રે ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર ટ્રક પલટી મારી ગઈ, જેના કારણે 4 બાળકો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યો.
ADVERTISEMENT
UP Road Accident: ઉત્તર પ્રદેશના હરદોઈમાં બુધવારે એક મોટો અકસ્માત થયો હતો. રાત્રે ઘરની બહાર સૂઈ રહેલા પરિવાર પર ટ્રક પલટી મારી ગઈ, જેના કારણે 4 બાળકો સહિત 8 લોકોએ જીવ ગુમાવ્યો. આ અકસ્માતથી સમગ્ર ગામમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
ઝૂંપડી બહાર સૂતેલા લોકો પર ટ્રક પલટી
આ દુર્ઘટના હરદોઈ જિલ્લાના મલ્લવાં પાસે બની હતી. અહીં એક પરિવાર તેમની ઝૂંપડીની બહાર સૂતો હતો. દરમિયાન એક ટ્રક ઝૂંપડાથી થોડે દૂર આવેલા રોડ પરથી ગંગાના કિનારેથી રેતી લઈને હરદોઈ જઈ રહી હતી. વહેલી સવારે ડ્રાઈવરે અચાનક કાબુ ગુમાવતા ટ્રક પરિવાર પર પલટી મારી ગઈ હતી. પરિવારને ટ્રકની નીચેથી બહાર કાઢવામાં આવ્યો ત્યાં સુધીમાં 8 લોકોના મોત થઈ ચૂક્યા હતા.
અકસ્માતમાં જમાઈ અને પુત્રી સહિત 8ના મોત
આ અકસ્માતમાં ચાર બાળકો, જમાઈ, પુત્રી અને દંપતિના મોત થયા હતા, જ્યારે એક છોકરી બચી હતી. આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી. ઘટનાને લઈને પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસ હવે આ અકસ્માત કયા કારણોસર થયો તે અંગે તપાસ કરી રહી છે.
ADVERTISEMENT
એક બાળકી બચી ગઈ
પોલીસે જેસીબી અને હાઈડ્રાની મદદથી ટ્રકને સ્થળ પરથી હટાવી અને પછી મૃતદેહોને બહાર કાઢ્યા. અકસ્માતમાં બચી ગયેલી માસૂમ બાળકી ગંભીર રીતે ઘાયલ છે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરને ઝોકુ આવી ગયું હતું, જેના કારણે આ દુર્ઘટના થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ઓવરલોડેડ ટ્રકની સ્પીડ વધુ હતી, જેના કારણે વાહન બેકાબૂ થઈને પલટી ગયું.
ADVERTISEMENT