એક્ટિંગ છોડીને Sunny Leone હવે પોલીસમાં ભરતી થશે? પરીક્ષાનું એડમિટ કાર્ડ વાઈરલ થયું
Sunny Leone Admit Card: ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષા ચાલી રહી છે, તેમાં 48 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આમાંથી એક ઉમેદવારનું નામ છે અભિનેત્રી સની લિયોનનું.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
UP પોલીસમાં સરકારી ભરતીમાં સની લિયોનીના નામનું એડમિટ કાર્ડ વાઈરલ થયું.
પરીક્ષા માટેના એડમિટ કાર્ડમાં એક્ટ્રેસ સની લિયોનીના નામ સાથેની તસવીરો.
મામલો સામે આવ્યા બાદ એડમિટ કાર્ડ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ ગયું.
Sunny Leone Admit Card: બોલિવૂડ એક્ટ્રેસ સની લિયોન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ તેની ગ્લેમરસ તસવીરો શેર કરીને હેડલાઇન્સમાં રહે છે. ફરી એકવાર સની લિયોનીનું નામ ઇન્ટરનેટ પર છવાયું છે. જો કે, આ વખતે સનીના હેડલાઇન્સમાં રહેવાનું કારણ તેની તસવીર નથી પરંતુ ઇન્ટરનેટ પર વાયરલ થયેલ પરીક્ષાનું એડમિટ કાર્ડ છે. આ એડમિટ કાર્ડ જોયા બાદ દરેક જગ્યાએ ચર્ચા છે કે શું સની લિયોન એક્ટિંગ છોડીને હવે યુપી પોલીસમાં જોડાશે? જાણો શું છે આ સમાચારનું સત્ય.
શું સની લિયોન યુપી પોલીસમાં જોડાશે?
હકીકતમાં, ઉત્તર પ્રદેશમાં પોલીસ ભરતીની પરીક્ષા ચાલી રહી છે, તેમાં 48 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે. આમાંથી એક ઉમેદવારનું નામ છે અભિનેત્રી સની લિયોનનું. તાજેતરમાં જ એક એવું એડમિટ કાર્ડ સામે આવ્યું છે, જે સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યું છે. આ એડમિટ કાર્ડ બોલિવૂડ અભિનેત્રી સની લિયોનના નામે જારી કરવામાં આવ્યું છે. તેમાં સની લિયોનીની ગ્લેમરસ તસવીર પણ જોવા મળી રહી છે.
એડમિટ કાર્ડની વિગતો જુઓ
ઉત્તર પ્રદેશ પોલીસ વિભાગ દ્વારા એડમિટ કાર્ડ જારી કરવામાં આવ્યું છે. આમાં સની લિયોન રેડ કલરનો ડ્રેસ પહેરીને ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે. તેના પર તેનું નામ લખેલું છે. પત્રવ્યવહાર માટેનું સરનામું મુંબઈ અને બીજું સરનામું કાસગંજ છે. પરીક્ષા કેન્દ્ર પુત્ર શ્રી સ્મારક બાલિકા મહાવિદ્યાલય, મંડી બજાર તિરવા કન્નૌજ છે, જેમાં અભિનેત્રી પેપર આપશે. પિતાનું નામ જોરજી અને માતાનું નામ ડાર્મી લખવામાં આવ્યું છે. સનીના નામે વાયરલ થઈ રહેલા એડમિટ કાર્ડની હવે સોશિયલ મીડિયા પર મજાક ઉડાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
પોલીસ તપાસમાં જોડાઈ
બીજી તરફ આ એડમિટ કાર્ડ જોયા બાદ એસપી અમિત કુમાર આનંદે પોલીસ વિભાગને તપાસના આદેશ આપ્યા છે. એસપી અમિત કુમાર આનંદે કહ્યું કે આ કોઈની શરારત છે, જેણે સની લિયોનના નામે અરજી કરી હતી. આ બાબતની માહિતી ઉત્તર પ્રદેશ ભરતી અને પ્રમોશન બોર્ડ, લખનૌને આપવામાં આવી છે. આ મામલાની તપાસ કરવામાં આવશે અને સની લિયોનના નામથી અરજી કરનાર વ્યક્તિને શોધી કાઢવામાં આવશે કે તેણે આ કૃત્ય શા માટે કર્યું.
ADVERTISEMENT