અનન્યા, એલિના… UP પોલીસ માટે કેવી રીતે ખતરનાક બની આ 14 સ્વરૂપવાન યુવતીઓ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંતોષ શર્મા.લખનઉઃ પાકિસ્તાનના ગુપ્તચર અધિકારીઓ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને હની ટ્રેપ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંદર્ભે ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર દ્વારા તમામ પોલીસ કમિશનર, જિલ્લાઓના એસપી, આઈજી રેન્જ, એડીજી ઝોન તેમજ પોલીસ વિંગના તમામ વડાઓને પત્રો મોકલીને એલર્ટ કરવામાં આવ્યા છે.

હનીટ્રેપને લઈને એલર્ટ
પત્રમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરોનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા પ્રોફાઇલ બનાવીને અધિકારીઓ અને તેમના પરિવારોને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ પછી દેશની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્ત માહિતી એકત્ર કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કહ્યું છે કે, તમામ અધિકારીઓએ તેમના યુનિટના કર્મચારીઓને હનીટ્રેપ અંગે એલર્ટ કરવા જોઈએ.

પ્રાપ્ત માહિતી અનુસાર, સ્પાયવેર લિંક દ્વારા ઈંફેક્ટેડ ફાઇલ્સ મોકલીને ડેટા હેકિંગ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓને સોશિયલ મીડિયા પર ઓળખ વગરના લોકો સાથે સંપર્ક કરવા અંગે સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. પત્રમાં આવી નકલી પ્રોફાઇલને ઓળખવા અને ટાળવાના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

છોકરીઓ પ્રોફાઇલ પ્રકાશિત કરી
એવું જાણવા મળ્યું છે કે પીઆઈઓએ પોલીસ કર્મચારીઓને ફસાવવા માટે ફેસબુક, વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ, ટેલિગ્રામ અને લિંક્ડઈન પર ઘણી નકલી પ્રોફાઇલ બનાવી છે.

ADVERTISEMENT

PIOએ 14 સુંદર યુવતીઓની તસવીરો સાથે ભારતીયોને ફસાવવાની તૈયારી કરી છે. ઈન્ટેલિજન્સે આવી પ્રોફાઈલના યુઆરએલ અને મોબાઈલ નંબરની યાદી દરેકને મોકલી છે જેથી તેનાથી બચી શકાય. આ સિવાય ભારતીય સેના, અર્ધલશ્કરી દળો, રાજ્ય પોલીસ અધિકારીઓ અને વૈજ્ઞાનિકો આ ગેંગના નિશાના પર છે.

પીઆઈઓ લોકોને ફસાવવા માટે હિન્દુ નામની સુંદર છોકરી અને ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પ્રોફાઇલ બનાવે છે. આવા ફેક પ્રોફાઈલના ફ્રેન્ડ લિસ્ટમાં મોટાભાગના પોલીસ અને આર્મીના લોકો દેખાય છે. ફોટોગ્રાફ્સનું બેકગ્રાઉન્ડ એવી રીતે રાખવામાં આવ્યું છે કે લોકેશન જાણી શકાય નહીં.

PAK છોકરીઓની પ્રોફાઈલથી હનીટ્રેપનો શિકાર બનાવે છે
દેશની ગુપ્તચર એજન્સીઓએ ગયા મહિને ખુલાસો કર્યો હતો કે પાકિસ્તાન કરાચીના કોલ સેન્ટરમાંથી નકલી કોલ કરીને ભારતીય સુરક્ષા દળોને હનીટ્રેપ કરવાનું ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISI એ ભારતીય સંરક્ષણ સંગઠનો સાથે સંકળાયેલા અધિકારીઓ અને જવાનોને હનીટ્રેપ કરવા માટે તેની કામગીરી વધારી દીધી છે. હાલમાં જ હનીટ્રેપના આરોપમાં DRDOના વૈજ્ઞાનિકની ધરપકડ બાદ ગુપ્તચર એજન્સીઓએ આ મોટો ખુલાસો કર્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર ISIએ પાકિસ્તાનના અનેક શહેરોમાં કોલ સેન્ટર્સ સ્થાપ્યા છે. તેના દ્વારા ભારતમાં સંવેદનશીલ સંસ્થાઓમાં કામ કરતા અધિકારીઓને હનીટ્રેપ કરવામાં સેંકડો છોકરીઓની ભરતી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાનના લાહોર, રાવલપિંડી કરાચી અને ઈસ્લામાબાદ જેવા શહેરોમાં કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યા છે.

કોણ હોય છે ઇન્ટેલિજન્સ ઓપરેટિવ
ISIના કોલ સેન્ટરમાં કામ કરતી છોકરીઓને પાકિસ્તાન ઈન્ટેલિજન્સ ઓપરેટિવ્સ (PIO) કહેવામાં આવે છે. આવા કોલ સેન્ટરમાં સામેલ છોકરીઓને હિન્દી અને અંગ્રેજી બોલવાની ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી કોઈને તેમના પર શંકા ન થાય.

એક મહિનાની અંદર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIની હનીટ્રેપમાં ફસાયેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિક અને સંરક્ષણ મંત્રાલયના કર્મચારીની પૂછપરછમાં પાકિસ્તાની હનીટ્રેપના કાવતરાનો મોટો ખુલાસો થયો છે. એક ન્યૂઝ ચેનલને ગુપ્તચર એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના સિંધ ખૈબર પખ્તુનખ્વા પ્રાંત કરાચીમાં આવા કોલ સેન્ટર ખૂબ જ ઝડપથી સક્રિય થયા છે. તેઓ ભારતીય સુરક્ષા સંસ્થાઓ સાથે જોડાયેલા અધિકારીઓને નિશાન બનાવે છે.

હનીટ્રેપ કેવી રીતે કરાય છે?
પાકિસ્તાની હનીટ્રેપ ISIની એજન્ટ આ યુવતીઓ પહેલા ફેક આઈડી બનાવીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલે છે.
– રિક્વેસ્ટ એક્સેપ્ટ થયા બાદ તે પ્રેમથી વાત કરે છે.
– મિત્રતા બાદ તેઓ ટાર્ગેટને લગ્નનું વચન આપે છે.
– આ છોકરીઓ ટાર્ગેટને ફસાવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે.
– ટાર્ગેટ તેમની વિનંતી પર દેશની સુરક્ષા સાથે સંબંધિત ગુપ્ત દસ્તાવેજો શેર કરવા માટે તૈયાર થઈ જાય છે.
– ઈન્ટેલિજન્સ એજન્સીઓ અનુસાર, સૌથી મહત્વની વાત એ છે કે જવાન અથવા અધિકારી જે ચેટને પર્સનલ માને છે, તે પાકિસ્તાનની ઈન્ટેલિજન્સ એજન્સી આઈએસઆઈ દ્વારા રેકોર્ડ કરવામાં આવે છે.
– પછી આ જવાનો / અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે છે. એટલે કે જે માંગવામાં આવે તે આપવાની ના પાડો તો ચેટ અને વીડિયો સાર્વજનિક કરી દેવાની ધમકીઓ આપવામાં આવે છે.

    follow whatsapp

    ADVERTISEMENT