‘મહામહિમ રાજ્યપાલ હાજર થાઓ!’ UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ સામે વોરંટ નીકળતા હડકંપ મચ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

UP Governer Anandiben Patel: ઉત્તર પ્રદેશના બદાયૂંમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે રાજ્યપાલના નામે સમન્સ જારી કરીને તેમને હાજર થવાનો આદેશ આપ્યો છે. ઓર્ડરની કોપી વાયરલ થતાં જ હોબાળો મચી ગયો હતો. જેના પર રાજ્યપાલ આનંદી બેન પટેલ દ્વારા તેમના સચિવ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર મોકલીને ચેતવણી આપવામાં આવી છે.

આ પત્રમાં લખવામાં આવ્યું હતું કે, બંધારણના અનુચ્છેદ 361 મુજબ બંધારણીય હોદ્દો ધરાવનાર વ્યક્તિ વિરુદ્ધ કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી. તેમ છતાં, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે, કાયદાકીય પ્રક્રિયાઓને અવગણીને, રાજ્યપાલના નામે સમન્સ જારી કરીને તેમને 18 ઓક્ટોબરે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર રહેવા આદેશ આપ્યો.

શું છે સમગ્ર મામલો?

બદાયૂંના ચંદ્રહાસે સદર તાલુકાની સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં વિપક્ષી પક્ષકારના રૂપમાં સંબંધિત પીડબ્લ્યુડી અધિકારીઓ અને રાજ્યપાલને આનંદીબેન પટેલ અને લેખરાજને પક્ષકાર બનાવતા કેસ દાખલ કર્યો હતો. આ મામલામાં જ્યારે સુનાવણી થઈ તો પક્ષકારોને પણ હાજર થવા માટે સમન્સ જારી કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રાજ્યપાલના નામે પણ સમન્સ જારી કરવામાં આવ્યું.

ADVERTISEMENT

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર, ચંદ્રહાસની કાકી કટોરી દેવીની સંપત્તિ તેમના એક સંબંધીએ તેમના નામે રજીસ્ટર કરાવી હતી. આ પછી તેને લેખરાજના નામે વેચવામાં આવી. થોડા દિવસો પછી, બદાયું બાયપાસ પર આવેલા બહેરી ગામ પાસે ઉક્ત જમીનનો કેટલોક ભાગ સરકાર દ્વારા સંપાદિત કરવામાં આવ્યો હતો. તે મિલકત હસ્તગત કર્યા પછી, લેખરાજને સરકાર તરફથી વળતર તરીકે લગભગ 12 લાખ રૂપિયાની રકમ મળી.

આ અંગે માહિતી મળ્યા બાદ કટોરી દેવીના ભત્રીજા ચંદ્રહાસે સદર તાલુકાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર, રાજ્ય સંહિતાની કલમ 144 હેઠળ 07 ઓક્ટોબરના રોજ કોર્ટમાંથી લેખરાજ અને રાજ્યના રાજ્યપાલને સમન્સ જારી કરવામાં આવ્યું હતું, જે 10 ઓક્ટોબરના રોજ રાજભવન પહોંચ્યું હતું. આ સમન્સમાં રાજ્યપાલને 18 ઓક્ટોબરે જ્યુડિશિયલ કોર્ટમાં હાજર થવા અને પોતાનો પક્ષ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું.

ADVERTISEMENT

રાજ્યપાલના વિશેષ સચિવે વાંધો વ્યક્ત કર્યો હતો

જેના પર રાજ્યપાલના વિશેષ સચિવ બદ્રીનાથ સિંહે 16 ઓક્ટોબરે ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને પત્ર લખ્યો હતો. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિ સામે કોઈ સમન્સ કે નોટિસ જારી કરી શકાતી નથી. રાજ્યપાલના સચિવે સમન્સને બંધારણના અનુચ્છેદ 361નું ઉલ્લંઘન ગણાવીને સખત વાંધો ઉઠાવ્યો હતો. સેક્રેટરીએ દરમિયાનગીરી કરી અને નિયમો મુજબ પોતાનો પક્ષ રજૂ કરવા અને નોટિસ જારી કરનાર વ્યક્તિ સામે જરૂરી પગલાં લેવા સૂચના આપી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT