Gujarat ના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ, ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું
અમદાવાદ : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં દિવાળી ટાણે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક…
ADVERTISEMENT
અમદાવાદ : રાજ્યના કેટલાક જિલ્લાઓમાં દિવાળી ટાણે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. કેટલાક વિસ્તારોમાં તો આ વરસાદ 1થી ડોઢ ઇંચ જેટલો હતો. કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે.
જૂનાગઢના માળીયા હાટીનામાં કમોસમી વરસાદ
જૂનાગઢના માળીયા હાટીનામાં પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. બપોર બાદ અચાનક મેઘાડંબર સર્જાયું હતું અને કમોસમી વરસાદ વરસવા લાગ્યો હતો. માળીયા હાટીના આસપાસ વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો હતો. વરસાદના કારણે મગફળી અને કપાસના તૈયાર પાકને ભારે નુકસાન થયું છે.
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ
ડાંગ જિલ્લામાં પણ કમોસમી વરસાદના કારણે સાપુતારાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીમાં ભારે વધારો થયો છે. ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી માવઠું પડ્યું હતું. સાસણગીર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ભોજદેમાં કમોસમી વરસાદથી ખેડરમાં પાણી ફરી વળ્યા હતા. કરા સાથે વરસાદને કારણે શિયાળુ પાકને નુકસાન થયું છે. ખેડૂતોને પડ્યા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે.
ADVERTISEMENT
અમરેલી જિલ્લામાં પણ કમોસમી વરસાદ
અમરેલીના ધારી ગીરના ગામડાઓમાં કમોસમી વરસાદ શરૂ થયો હતો. ધારી શહેરમાં ધીમેધીમે કમોસમી વરસાદ પડ્યો હતો. ધારીના ગીગાસણ, બોરડી, ગોવિંદ પુર, કુબડા સહિતના ગામડાઓમાં વરસાદ પડ્યો હતો. ખેડૂતોના કપાસ મગફળીના પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે.
ADVERTISEMENT