ગૃહમંત્રી અમિત શાહે ‘હર ઘર તિરંગા’ અભિયાનનો શુભારંભ કર્યો, પત્ની સોનલબેન સાથે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો
દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સ્થિત પોતાના નિવાસસ્થાને હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે પત્ની સોનલબેન શાહ સાથે સવારે આઝાદી કા અમૃત મહોત્સવ…
ADVERTISEMENT
દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં સ્થિત પોતાના નિવાસસ્થાને હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે પત્ની સોનલબેન શાહ સાથે સવારે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત તિરંગો ફરકાવ્યો હતો. આની સાથે જ ગૃહમંત્રી અમિત શાહે 13થી 15 ઓગસ્ટ સુધી શરૂ થયેલા હર ઘર તિરંગા અભિયાનનો શુભારંભ કરી દીધો છે.
#WATCH | Delhi: Union Home Minister Amit Shah and his wife Sonal Shah hoist the tricolour at their residence as the #HarGharTiranga campaign begins today. pic.twitter.com/nvxJTgK7nC
— ANI (@ANI) August 13, 2022
આઝાદીની 75મી વર્ષગાંઠની ખાસ ઉજવણી
15મી ઓગસ્ટના દિવસે ભારત દેશને આઝાદ થયાને 75 વર્ષ પૂર્ણ થશે. આ ઉત્સવને ઐતિહાસિક રંગરૂપ આપવા માટે નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે આની ઔપચારિક શરૂઆત અમિત શાહે કરી હતી, જેની ઉજવણી 13થી 15 ઓગસ્ટ સુધી સમગ્ર દેશવાસીઓ કરશે. તેવામાં સવારે ગૃહમંત્રીએ પોતાના દિલ્હીના નિવાસસ્થાને ધાબા પર તિરંગો ફરકાવ્યો હતો. જેમાં તેમના પત્ની સોનલબેન શાહે પણ સાથ આપ્યો હતો.
ADVERTISEMENT
#WATCH | #HarGharTiranga campaign by Indo-Tibetan Border Police (ITBP) personnel at 18,400 ft altitude in Ladakh.
(Video Source: ITBP) pic.twitter.com/BIl8qfPv1c
— ANI (@ANI) August 13, 2022
વળી લદાખમાં ITBPએ 18,400 ફુટ ઉંચાઈ પર તિરંગો ફરકાવ્યો હતો.
ADVERTISEMENT
20 કરોડ ઘરોમાં તિરંગા પહોંચાડવાનું લક્ષ્ય
આ ઐતિહાસિક ક્ષણ પર કેન્દ્ર સરકારે 20 કરોડ ઘરોમાં તિરંગો ફરકાવવાનું લક્ષ્ય રાખ્યું છે. આ દરમિયાન શુક્રવારે દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે જે પણ ભારતીય નાગરિકને આ અભિયાનમાં સામેલ થવું હોય તેને harghartiranga.com પર રજિસ્ટ્રેશન કરાવવું પડશે. અહીં તિરંગા સાથે પોતાની તસવીર અપલોડ કરી હર ઘર તિરંગા સર્ટિફિકેટ ડાઉનલોડ કરવાનું રહેશે.
ADVERTISEMENT
ADVERTISEMENT