અંડર-19 ની ટીમે અપાવ્યો વર્લ્ડ કપ, ખેલાડીઓ પર ઇનામોનો વરસાદ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હી : ઈંગ્લેન્ડને હરાવીને અંડર-19 ટી20 વર્લ્ડ કપ જીતનારી ભારતીય મહિલા ટીમે સમગ્ર દેશની છાતી ગજગજ ફુલી રહી છે. મહિલા ટીમ પર જાણે ઇનામોનો વરસાદ થઇ રહ્યો છે. ટી20 વર્લ્ડ કપ જીત્યા બાદ બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે ટ્વિટ કરીને ટીમને અભિનંદન આપ્યા હતા. સમગ્ર ટીમને 5 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.

ભારતીય મહિલા ટીમે પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. અગાઉ સિનિયર ટીમ અનેકવાર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે જો કે ટાઇટલ જીતી શકી નહોતી. જો કે હવે ભારતની યુવા બ્રિગેડે આ સપનું સાકાર કર્યું છે અને ભારતને વધારે એક વર્લ્ડકપનો ખિતાબ અપાવ્યો છે.

ADVERTISEMENT

ભારતીય અંડર-19 મહિલા ટીમે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઈંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો અને વર્લ્ડ કપને કબજે કર્યો હતો. ભારતે 36 બોલ બાકી હતા ત્યારે સરળતાથી લક્ષ્યાંક પ્રાપ્ત કર્યો હતો. પહેલા બેટિંગ કરવા માટે ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમ ફક્ત 68 રનમાં ઓલઆઉટ થઈ હતી. ભારત તરફથી સૌમ્યા તિવારી 24 રન બનાવી અણનમ રહી હતી. સાથે જ જી.ત્રિશાએ પણ 24 રન બનાવ્યા હતા. કેપ્ટન શેફાલી વર્માએ ટીમને 15 રન આપ્યા હતા. આ પ્રકારને ટીમે સરળતાથી લક્ષ્યાંક પ્રાપ્ત કરીને વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો હતો.

    follow whatsapp

    ADVERTISEMENT