Ukraine ના ખજાના પર ચોરોએ કર્યો હાથફેરો, હથિયાર ખરીદવા રાખેલા રૂ.332 કરોડ ઉઠાવી ફરાર

ADVERTISEMENT

gujarattak
social share
google news
  • યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ ત્રણ વર્ષથી ચાલી રહ્યું છે યુદ્ધ
  • ચોરોએ યુક્રેનના ખજાના પર હાથ સાફ કર્યો
  • દેશના આશરે રૂ.332 કરોડ રૂપિયા હડપ કર્યા

Ukraine Russia War: યુક્રેન અને રશિયા વચ્ચે લગભગ ત્રણ વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં બંને દેશોના જાનમાલને ભારે નુકસાન થયું છે. અહીં યુક્રેનમાં હવે યુદ્ધને કારણે થયેલા નુકસાનની સાથે ચોરોએ પણ દેશના ખજાના પર હાથ સાફ કર્યો છે. ચોરોએ દેશના આશરે રૂ.332 કરોડ રૂપિયા (40 મિલિયન ડોલર) હડપ કરી લીધા છે. ખાસ વાત એ છે કે આ રકમથી યુદ્ધ માટે દારૂગોળો-હથિયાર ખરીદવાના હતા. હવે આ મામલાની તપાસ ચાલી રહી છે. જેમાં પાંચ લોકોને કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે અને એકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.

રક્ષા મંત્રાલયે કર્યો હતો કરાર

મળતી માહિતી મુજબ, જ્યારે આ મામલાની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારા તથ્યો સામે આવ્યા. ચોર અન્ય કોઈ નહીં પણ યુક્રેનિયન આર્મીના અધિકારીઓ હોવાનું બહાર આવ્યું છે. સિક્યોરિટી સર્વિસ ઓફ યુક્રેસ (SBU) અનુસાર, રશિયા સાથેના યુદ્ધને ધ્યાનમાં રાખીને વર્ષ 2022માં દેશના રક્ષા મંત્રાલયે એક કંપની સાથે કરાર કર્યો હતો. આ કરારમાં 6 મહિનામાં એક લાખથી વધુ મોર્ટાર શેલ સહિત મોટી માત્રામાં દારૂગોળો અને સેના માટે હથિયાર મોકલવાનું નક્કી કરાયું હતું. આ માટે કંપનીના એકાઉન્ટમાં લગભગ 332 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પરંતુ આજદિન સુધી આ દારૂગોળો અને અન્ય હથિયારો આવ્યા નથી.

પાંચ લોકોને ફટકારવામાં આવી નોટિસ

સિક્યોરિટી સર્વિસ ઓફ યુક્રેને આ મામલે તપાસ શરૂ કરી હતી. તપાસમાં આ સમગ્ર મામલામાં યુક્રેનના રક્ષા મંત્રાલય અને આર્મીના કેટલાક અધિકારીઓની મિલીભગતનો ખુલાસો થયો હતો. આ પછી આ લોકોની અલગ-અલગ પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ બધાએ તપાસમાં સહકાર આપ્યો ન હતો. અત્યાર સુધી એકત્ર કરાયેલા પુરાવાના આધારે યુક્રેનની સેના અને રક્ષા મંત્રાલય સાથે સંકળાયેલા પાંચ લોકોને કારણ બતાવો નોટિસ જારી કરવામાં આવી છે, જ્યારે એકની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવે જે કંપનીના ખાતામાં રક્ષા મંત્રાલયે પૈસા જમા કરાવ્યા હતા તેમાંથી પૈસા ઉપાડવાના પ્રયાસો ચાલુ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT