‘લોકતંત્રની હત્યા, વગર ચૂંટણીએ PM…’ સુનકની જીત પર બ્રિટિશ મીડિયામાં જાણો કેવું છે રિએક્શન

Urvish Patel

ADVERTISEMENT

gujarattak
social share
google news

નવી દિલ્હીઃ ભારતીય મૂળના ઋષિ સુનકે બ્રિટનમાં ટોરી નેતૃત્વની ચૂંટણી જીતીને ઈતિહાસ રચ્યો છે. બ્રિટનના પીએમ પદ માટે પાર્ટીની અંદર યોજાયેલી ચૂંટણીમાં પરાજય આપ્યા બાદ બે મહિનામાં ઋષિ સુનકની જીત કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. પહેલા લિઝ ટ્રસે તેમને હરાવ્યા, પછી લગભગ 45 દિવસમાં વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું અને ઋષિને તેમનો દાવો દાખવવાની બીજી તક મળી.

બ્રિટનની રાજનીતિમાં નવો વળાંક આવ્યો
વાસ્તવમાં બોરિસ જોનસનને ભ્રષ્ટાચારના આરોપ બાદ રાજીનામું આપ્યું હતું. જે બાદ કન્ઝર્વેટિવ સાંસદોએ તેમના નવા નેતાની પસંદગી કરવાની હતી. નવા દાવામાં ઋષિ સુનક અને લિઝ ટ્રસ સામસામે હતા. મોટી સંખ્યામાં કન્ઝર્વેટિવ સાંસદોએ પીએમ પસંદ કરવા માટે લિઝ ટ્રસને ટેકો આપ્યો અને તેણીએ ચૂંટણી જીતી. જોકે, લિઝ ટ્રસ આર્થિક કટોકટીને કારણે બ્રિટનની સત્તા પર વધુ સમય સુધી ટકી શક્યા ન હતા અને ટૂંક સમયમાં જ તેમણે વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. બ્રિટનની રાજનીતિમાં ફરી વળાંક આવ્યો અને દિવાળીના દિવસે બ્રિટનને પહેલો વડાપ્રધાન મળ્યો જે હિંદુ ધર્મનો છે.

બ્રિટનમાં ઋષિ સુનકની ઐતિહાસિક જીતની ભારતીય મીડિયામાં ચર્ચા જોરમાં છે, બ્રિટિશ મીડિયાએ પણ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ઋષિ સુનકની જીત પર મુખ્ય બ્રિટિશ અખબારે શું કહ્યું તે નીચે જુઓ.

આ પણ વાંચો

ADVERTISEMENT

ગાર્ડિયન અખબારે શું કહ્યું?
ધ ગાર્ડિયન અખબારે ઋષિ સુનકની જીત પર ખૂબ જ રસપ્રદ હેડલાઇન સાથે પહેલા પાના પર સમાચાર પ્રકાશિત કર્યા હતા. અખબારમાં છપાયેલ હેડલાઈન છે, ‘Unite or die – Sunak’s warning to Tory MPs’ મતલબ કે એક થાઓ અથવા મરવા માટે તૈયાર રહો- ટોરી સદસ્યોને સુનકની ચેતાવણી. અખબારમાં ઋષિ સુનકની તસવીર છપાવીને લખવામાં આવ્યું હતું કે સુનકે સાંસદોને કહ્યું હતું કે તેઓ રૂઢિચુસ્ત સાયકોડ્રામાને રોકશે અને લોકોની જગ્યાએ નીતિઓને પ્રાધાન્ય આપશે.


સુનકની જીત પર ડેલી મેલ અખબારની પ્રતિક્રિયા
ઋષિ સુનકની જીત પર ડેલી મેલ અખબારે તેમને યંગ અને મોર્ડન પ્રધાનમંત્રી બતાવ્યા, જે એશિયા સાથે જોડાણ રાખે છે. ડેલી મેલમાં છપાયેલી હેડલાઈનમાં કહેવાયું કે, ‘A new dawn for Britain’ એટલે કે બ્રિટનનો એક નવો યુગ.

ADVERTISEMENT


ઋષિ સુનકની જીત પર શું બોલ્યું દ સન અખબાર?
યુકેના પ્રમુખ અખબાર એવા દ સનમાં છપાયેલી હેડલાઈનમાં લખાયું કે, ‘The force is with you, Rishi.’ એટલે કે પુરી તાકાત તમારી સાથે છે, ઋષિ. આ લાઈનના સાથે ઋષિ સુનકના હાથમાં સ્ટારવોર્સ ફિલ્મના જેવી એક લાઈટસેબર પણ દર્શાવાઈ છે.

ADVERTISEMENT


The Mirrorની તીખી હેડલાઈન
બ્રિટનના જાણીતા ધ મિરર અખબારે ઋષિ સુનકની જીતને લઈને તીખી હેડલાઈન સાથે સમાચાર છાપ્યા છે. મિરરની ફ્રંટ પર છપાયેલી સુનકની ખબરની હેડલાઈન રહી કે, ‘Who voted for you?’ એટલે કે તમારા માટે કોણે વોટ કર્યો? સાથે અહેવાલ પર લખ્યું કે, અમારા નવા (ચૂંટ્યા વગરના) પ્રધાનમંત્રી


સ્કોટલેન્ડ બેસ્ડ ડેલી રેકોર્ડ અખબારે પણ સીધી આલોચના કરી
સુનકની જીતને લઈને ડેલી રેકોર્ડ અખબારે વધુ તીખા શબ્દોમાં હેડલાઈન સાથે જીતની આલોચના કરી છે. અખબારની હેડલાઈનમાં કહેવામાં આવ્યું કે, ‘Death of democracy’ એટલે કે લોકતંત્રનું મોત. અખબારમાં કહેવામાં આવ્યું કે ઋષિ સુનકની પાર્ટીએ જ થોડા સપ્તાહ પહેલા તેમને રિજેક્ટ કરી દીધા હતા.


ફાઈનાન્શિયલ ટાઈમસે આર્થિક મામલાને ઉઠાવ્યો
ઋષિ સુનકની જીતને લઈને ફાઈનાન્શિયલ ટાઈમ્સે અહેવાલ પ્રસિદ્ધ કરતાં તેમાં આર્થિક મામલાઓને સામે મુક્યા છે. અખબારની હેડલાઈનમાં લખવામાં આવ્યું કે, Sunak Vows to get a grip on Economy.’


દ ટેલીગ્રાફ અખબારે શું કહ્યું
ઋષિ સુનકની જીત પર દ ટેલીગ્રાફ અખબારે પણ એકતા વાળા એંગલ પર હેડલાઈન આપી છે. તેમણે લખ્યું છે કે, ‘Sunak tells Tories: We must unite or die’


 

    follow whatsapp

    ADVERTISEMENT