UKમાં કોલ ગર્લની 140 વખત છરીના ઘા મારીને હત્યા કરનાર સંદીપ પટેલ 30 વર્ષ બાદ કેવી રીતે પકડાયો?
UK Call Girl Murder: લંડનમાં ભારતીય મૂળના 51 વર્ષીય વ્યક્તિને 30 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સંદીપ પટેલને 1994માં લંડનના વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાં આવેલા તેના ફ્લેટમાં 39 વર્ષની કોલ ગર્લ મરિના કોપલને 140 વાર છરી મારીને હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
સમાચાર હાઇલાઇટ્સ
લંડનમાં ભારતીય મૂળના 51 વર્ષીય વ્યક્તિને 30 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપમાં આજીવન કેદની સજા.
સંદીપ પટેલને 1994માં લંડનના વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાં 39 વર્ષની કોલ ગર્લની હત્યામાં દોષી ઠેરવવામાં આવ્યો.
સૌથી મોટી વાત એ હતી કે કોપલની હત્યાના 28 વર્ષ સુધી કોઈને સંદીપ પટેલ પર શંકા નહોતી.
UK Call Girl Murder: લંડનમાં ભારતીય મૂળના 51 વર્ષીય વ્યક્તિને 30 વર્ષ પહેલા થયેલી હત્યાના આરોપમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સંદીપ પટેલને 1994માં લંડનના વેસ્ટમિન્સ્ટર વિસ્તારમાં આવેલા તેના ફ્લેટમાં 39 વર્ષની કોલ ગર્લ મરિના કોપલને 140 વાર છરી મારીને હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો. સૌથી મોટી વાત એ હતી કે કોપલની હત્યાના 28 વર્ષ સુધી કોઈને સંદીપ પટેલ પર શંકા નહોતી. 2022 સુધી આ કેસમાં શંકાસ્પદ તરીકે સંદીપ પટેલનું નામ પણ નહોતું. BBCના અહેવાલ મુજબ, તેના ડીએનએ કોપેલ દ્વારા પહેરવામાં આવેલી વીંટી પર મળી આવેલા વાળના સ્ટ્રૅન્ડ સાથે જોડાયેલા હતા, જે ગુનાના સ્થળેથી મળી આવી હતી.
30 વર્ષે કેવી રીતે ઉકેલાયો કેસ?
વધુમાં, તપાસકર્તાઓએ પુષ્ટિ કરી કે ઘટનાસ્થળે મળેલા લોહીના ડાઘાવાળા પગના નિશાન પટેલના પગના નિશાન સાથે મેળ ખાય છે. લંડન પોલીસના ઓપરેશનલ ફોરેન્સિક્સ મેનેજર ડેન ચેસ્ટરે જણાવ્યું હતું કે, ફોરેન્સિક વૈજ્ઞાનિકો, ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો, ફોરેન્સિક મેનેજર અને તપાસ ટીમ સહિત મોટી ટીમના પ્રયાસે મરિનાની હત્યાનો ઉકેલ લાવવામાં મદદ કરી હતી. પોલીસને પ્લાસ્ટિકની થેલીમાંથી પટેલના ફિંગરપ્રિન્ટ્સ મળી ગયા હતા, પરંતુ તેઓ લાંબા સમય સુધી કેસને ઉકેલી શક્યા ન હતા.
મૃતકના હાથની વીંટીમાં રહેલા વાળથી પકડાયો હત્યારો
જો કે, ફોરેન્સિક તકનીકોમાં પ્રગતિથી આખરે સફળતા મળી. 2008 માં, ગુનાના સ્થળે મળી આવેલી વીંટી સાથેના વાળની તપાસ કરવામાં આવી હતી. જો કે, 2022 સુધી, ડીએનએ પરીક્ષણ સાથે સંદીપ પટેલના ડીએનએને વાળ સાથે જોડવાની મંજૂરી અપાઈ ન હતી. આખરે તેના DNAને મેચ કરવાની મંજૂરી મળ્યા બાદ ગત વર્ષે જાન્યુઆરીમાં સંદીપ પટેલની ધરપકડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT
ચોરાયેલા બેંક કાર્ડમાંથી મજબૂત પુરાવા મળ્યા
ત્યારબાદ, ગુનાના સ્થળે લોહીના ડાઘા સાથે પગના નિશાનના મેચિંગ અને હત્યા બાદ તરત જ સંદીપ પટેલના ઘર પાસે મરિનાના ચોરાયેલા બેંક કાર્ડનો ઉપયોગ સહિતના અન્ય પુરાવાઓએ તેની સામેના કેસને મજબૂત બનાવ્યો હતો. પટેલ પર ગયા વર્ષે હત્યાનો આરોપ હતો. કોપેલની જ્યાં હત્યા કરવામાં આવી હતી તે રૂમમાં પગના લોહીવાળા નિશાન સાથે સંદીપ પટેલનો પગ મેચ કર્યો હતો.
ADVERTISEMENT