MAHARASHTRA માં રાજકીય સર્કસ વચ્ચે ઉદ્ધવ ઠાકરેનું મોટું નિવેદન

ADVERTISEMENT

gujarattak
social share
google news

NCP Political Crisis: મહારાષ્ટ્રની રાજનીતિમાં આવેલા તુફાને રાજનીતિક ગરમી વધારી દીધી છે. એનસીપીના (NCP) બળવા બાદ મહારાષ્ટ્રની રાજનીતિમાં હલચલ તેજ થઇ ચુકી છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અજિત પવાર (AJIT Pawar) અનેક ધારાસભ્યોને સાથે એનડીએમાં જતા રહ્યા છે. તેમણે રવિવારે એકનાથ શિંદે (EKNATH SHINDE) ના નેતૃત્વમાં રહેલી મહારાષ્ટ્ર સરકારમાં ઉપ મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા હતા. આ રાજકીય ઘટનાક્રમમાં અનેક મોટા મોટા નેતાઓના નિવેદનો આવી રહ્યા છે.

હવે આ મુદ્દે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ ઉદ્ધવ ઠાકરેની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. શિવસેના (UBT) ચીફ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, નવું ગઠબંધન થયું છે, તે આગામી સમયમાં સરકાર સારી રીતે ચલાવે. રાજભવનમાં આયોજિત સમારંભમાં રાજ્યપાલ રમેશ બૈસે અહીં અજિત પવારને ડેપ્યુટી સીએમ પદના શપથ ગ્રહણ કરાવ્યા હતા. બીજી તરફ એનસીપીના આઠ અન્ય નેતાઓએ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા હતા.

મંત્રીપદના શપથ ગ્રહણ કરનારાઓમાં છગન ભુજબલ, દિલીપ વાલ્સે પાટિલ, હસન મુશરિફ, ધનંજય મુંડે, અદિતિ તટકરે, ધર્મરાવ અત્રામ, અનિત પાટિલ અને સંજય બનસોડેનો સમાવેશ થાય છે. ઉપમુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કર્યા બાદ અજિત પવારે કહ્યું કે, તેમની પાર્ટીએ દેશ તથા રાજ્યના વિકાસ માતે એકનાથ શિંદે સરકારનો હિસ્સો બનાવાનો નિર્ણય લીધો છે. તેમણે વડાપ્રધાન મોદીના નેતૃત્વના પણ વખાણ કર્યા હતા.

ADVERTISEMENT

બીજી તરફ ભવિષ્યના તમામ ચૂંટણીઓ એનસીપીના ચિન્હ અને નામ પર લડશે તેવો દાવો કર્યો હતો. પાર્ટીના તમામ પ્રતિનિધિઓએ સરકારમાં જોડાવાના નિર્ણયનું સમર્થન કર્યું છે. રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે, પટનામાં હાલમાં જ થયેલી વિપક્ષી બેઠકમાં એનસીપી અધ્યક્ષ શરદ પવાર અને પાર્ટના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલેની હાજરીથી અજિત પવાર અને તેમના સમર્થકો ખફા હતા.

અજિત પવારના બળવા અંગે એનસીપી ચીફ શરદ પવારે કહ્યું કે, મને તે વાતની ચિંતા નથી કે તે લોકો જતા રહ્યા. પરંતુ મને તેમના ભવિષ્યની ચિંતા છે. આજનો ઘટનાક્રમ અન્યો માટે નવો હશે, મારા માટે નવો નથી. મહારાષ્ટ્રના લોકો ખાસ કરીને યુવાનો પર મને વિશ્વાસ છે. જે લોકોએ પાર્ટી લાઇનનું ઉલ્લંઘન કરીને શપથ લીધા તેમના પર નિર્ણય લેવામાં આવશે. અજિત પવારે મારી સાથે વાત કર્યા વગર જ આ પગલું ઉઠાવ્યું છે. આ ગુગલી નહી પરંતુ રોબરી છે. આ કોઇ નાની વાત નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT