UAE ના શેખે પોતાની નવજાત પુત્રીનું નામ હિંદ રાખ્યું, સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
દુબઇ: સંસ્કૃતિ અને કળા શિક્ષણ વિભાગના અધ્યક્ષ શેખા લતીફા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે પોતાની નવજાત પુત્રીની પહેલી તસ્વીર સમગ્ર વિશ્વ સમક્ષ સોશિયલ મીડિયા…
ADVERTISEMENT
દુબઇ: સંસ્કૃતિ અને કળા શિક્ષણ વિભાગના અધ્યક્ષ શેખા લતીફા બિન્ત મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે પોતાની નવજાત પુત્રીની પહેલી તસ્વીર સમગ્ર વિશ્વ સમક્ષ સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. ગત્ત મહિને પેદા થયેલી તેમની પુત્રીનું નામ હિંદ બિંત ફૈસલ રાખવામાં આવ્યું છે. તેમણે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ શેખ ફૈઝલ બિન સઉદ બિન ખાલિદ અલ કાસિમીની સાથે પોતાની નવજાત પુત્રીની તસ્વીર શેર કરી છે.
તસ્વીરમાં બાળકી હિંદને તેના પિતા ગોદમાં લઇને બેઠા છે અને તેમનો ચહેરો ચુમી રહ્યા છે. બાળકને હળવા, હલ્કા ગુલાબી રંગના કપડામાં લપેટવામાં આવી છે. તે મેચિંગ ટોપ પહેરેલી દેખાઇ રહી છે. આ ઉપરાંત ઘરની દિવાલ પણ ખુબ જ સુંદર ફુલોથી સજાવાયેલી છે. મોટા ભાગના ફુલ ગુલાબી છે. આ ઉપરાંત બેકગ્રાઉન્ટની એક તસ્વીર પણ શેર કરતા શેખ લતીફાએ ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું કે, ખુબ જ સુંદર સજાવટ માટે મામા હિંદનો આભાર.
દિવાલ પર લપેટાયેલા ગુલાબી અને સફેદ ફુલોની વચ્ચે એક ચમકતી સોનેરી ફ્રેમ છે જેમના અંગે અરબીમાં બાળકનું નામ લખેલું છે. ગોળાકાર લટકણીયા પ્રકાશ ઉત્સર્જિત કરતા જોઇ શકાય છે. જેમાં આ ચમકે છે અને રંગબેરંગી ફુલો અને મોતીઓ વચ્ચે અલગ દેખાઇ રહ્યું છે. રાજકુમારીએ પોસ્ટ કરેલી તસવીરના કેપ્શનમાં બાળકીને તેમના આત્માનો અને હૃદયનો ટુકડો ગણાવ્યો છે.
ADVERTISEMENT
શેખ લતીફાએ 2016 માં શેખ ફૈસલ બિન સઉદ બિન ખાલિદ અલ કાસિમી સાથે લગ્ન કર્યા હતા. દંપત્તીનું પ્રથમ બાળક એક પુત્ર જુલાઇ 2018 માં જનમ્યો હતો. બીજુ બાળક એપ પુત્રી ઓક્ટોબર 2020 માં જન્મી હતી. આ તેમનું ત્રીજુ બાળક હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના ભાઇ દુબઇના ક્રાઉન પ્રિંસ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમે પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં પોતાના ત્રીજા બાળકના જન્મની જાહેરાત કરી. શેખ હમદાને ઇંસ્ટાગ્રામ પર એક વાત પોસ્ટ કરી જેમાં બે હાથની ઉપર એક બાળકના પગમાં ચિત્રિત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT